‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું !
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આંટો – મુકેશ જોશી

ચાલ એક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.

આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ?
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.

વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં,
આપણું ગણિત ખોટું પાડીને આવીએ.

આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.

પ્રાર્થનામાં આજે હવે માંગવું કશું નથી,
બસ, ખાલી એકવાર હાંક મારી આવીએ.

શબ્દની સાધનામાં જિંદગી ઓછી પડે,
હોય એ તો, નાની મોટી ભૂલ કરી આવીએ.

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

– મુકેશ જોશી

8 Comments »

 1. chandresh said,

  January 31, 2017 @ 4:53 am

  આપવાની મઝા શું હોય છે એ જાણવા,
  વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.

  સુપર ડૂપર

 2. KETAN YAJNIK said,

  January 31, 2017 @ 6:12 am

  ખુબ સરસ્વાત સરલતાથેી પન્

 3. Dhaval said,

  January 31, 2017 @ 9:17 am

  હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
  કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

  – વાહ !

 4. SARYU PARIKH said,

  January 31, 2017 @ 2:28 pm

  વાહ્ બહુ સરસ.
  સરયૂ પરીખ્

 5. Devika Dhruva said,

  January 31, 2017 @ 2:35 pm

  એકે એક શેર કાબિલે દાદ..

 6. Maheshchandra Naik said,

  February 1, 2017 @ 5:23 pm

  બધા જ શેર ઉત્તમ,
  આપવાની મઝા શું હોય છે એ જાણવા,
  વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ……
  ખુબ મોટી વાત કહી દીધી ……
  કવિશ્રીને અભિનદન અને આપનો આભાર……….

 7. Rakesh Thakkar, Vapi said,

  February 1, 2017 @ 10:33 pm

  Wah!
  આપવાની મઝા શું હોય છે એ જાણવા,
  વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.

 8. Nehal said,

  February 2, 2017 @ 4:30 am

  વાહ! મઝાની અર્થસભર રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment