છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.
વિવેક મનહર ટેલર

(સ્યાહી નથી) – સુરેન્દ્ર કડિયા

તું લખે છે ક્યાંય ઈલાહી નથી
દોસ્ત! તારી પેનમાં સ્યાહી નથી

ભીડ, નકરી ભીડનો સંગાથ છે
રાહમાં એકેય હમરાહી નથી

એ ગઝલનું રૂપ લઈ આવ્યા કરે
માત્ર એની કોઈ આગાહી નથી

સર્વ-અર્પણતા હકીકત દૂરની
તેં ભૂમિકા ત્યાગની ગ્રાહી નથી

તું શિખરો સર કરે પણ શી રીતે?
તેં તળેટી ચાહીને ચાહી નથી.

– સુરેન્દ્ર કડિયા

અફલાતૂન ગઝલ. બધા જ શેર ઉત્તમ. પણ છેલ્લા શેરમાં ‘ચાહી’નો શ્લેષાલંકાર તો અદભુત થયો છે.

7 Comments »

 1. Vineshchandra Chhotai said,

  January 28, 2017 @ 4:54 am

  Hariaum namaskar
  Something extra ordinary
  In this couplet ,words are set
  Like never before ,liked it because
  Nothing like it ,with prem n om
  Vineshchandra Chhotai ,Mumbai , BHARART 😭😦😃😃😨😨😂😁😁

 2. Rakesh Thakkar, Vapi said,

  January 28, 2017 @ 8:23 am

  ક્યા બાત હૈ!
  ભીડ, નકરી ભીડનો સંગાથ છે
  રાહમાં એકેય હમરાહી નથી

 3. Devika Dhruva said,

  January 28, 2017 @ 11:16 am

  તું શિખરો સર કરે પણ શી રીતે?
  તેં તળેટી ચાહીને ચાહી નથી.

  બહોત ખૂબ…બહોત ખૂબ..

 4. pathak rashmin n said,

  January 29, 2017 @ 11:39 pm

  બહુજ સરસ

 5. pathak rashmin n said,

  January 29, 2017 @ 11:39 pm

  ખુબજ સરસ્

 6. Pushpakant Talati said,

  January 30, 2017 @ 1:22 am

  વાહ ઘણું જ સરસ – કવિ સાચું જ કહે છે કે
  ” તું શિખરો સર કરે પણ શી રીતે ?, તેં તળેટી ચાહીને ચાહી નથી.”
  જો કોઈ હાથે કરી ને જ એટલે કે “ચાહીને” જ કોઈ ને પ્રેમ ન કરતા હો તો પછી અન્ય પાંસેથી તેની અપેક્ષા રાખવી ખોટી જ છે ને ? તે શી રીતે રાખી શકાય.? – હવે તો બધાને જ હાથ નાં કર્યા હૈયે વાગે છે.

 7. La Kant Thakkar said,

  February 1, 2017 @ 8:01 am

  “ભીડ, નકરી ભીડનો સંગાથ છે
  રાહમાં એકેય હમરાહી નથી”
  …..ભીડમાં એકલા રહેવાની આદત નાખીએ …પછી આમેય તે ,
  “એકલો જાણે/જાને રે”…….. ‘હકીકત’નો સામનો તો કરવાનો જ છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment