ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.
અંકિત ત્રિવેદી

શું બોલીએ? – રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

ત્રણ જ શેરની ગઝલ છે, પણ ગહનતા જુઓ !!!!

6 Comments »

 1. KETAN YAJNIK said,

  January 16, 2017 @ 6:21 am

  ला जवाब
  “नज़र मिलाई तो पूछेंगे इशक्का अंजाम , नज़र ज़ुकाई तो खाली सलाम कर लेंगे “

 2. વિવેક said,

  January 16, 2017 @ 6:57 am

  Excellent !!!

  ત્રણેય શેર ઉત્તમ… તસવીરવાળો તો ખૂબ જાણીતો…

 3. pushpakant Talati said,

  January 16, 2017 @ 10:34 pm

  વાહ્, – સુભાન અલ્હા, – સુભાન અલ્હા, – સુભાન અલ્હા,
  તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ ?
  બહાર ઊભા હોત તો ઠીક – કાઈક ચર્ચા કરત, પણ અમે ઊભા છે તસવીરમાં ને તો શુ બોલીએ !!
  — ગજબ ની વાત — પુષ્પકાન્ત તલાટી

 4. Dhaval said,

  January 17, 2017 @ 11:33 am

  આઇન્ટઈનને પણ આ જ પ્રશ્ન નડેલો … ફ્રેમની બહાર (Einstein’s Frame of reference) ન હોઇએ તો reality વિશે કંઇ કહેવું શક્ય નથી.

 5. mahesh dalal said,

  January 23, 2017 @ 9:10 am

  યાદગાર સલામ આપનિ કલમ ને

 6. yogesh shukla said,

  May 9, 2017 @ 10:25 pm

  વાહ કવિ શ્રી ,

  ખરેખર બહુજ ઊંડાણ સાથે બધુજ કહી દીધું ,

  બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
  આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment