ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

(આવ જા કરે) – ગૌરાંગ ઠાકર

ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે,
પણ બારણું નથી કે બધા આવ જા કરે.

દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાઉં એમ કોઈ મિત્રતા કરે.

આથી વિશેષ કૈં જ મને જોઈતું નથી,
દરરોજ સૂર્ય જોઉં તો વિસ્મય થયા કરે.

દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહીંતર ન બંધ બારણે હુમલો હવા કરે.

મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.

– ગૌરાંગ ઠાકર

સાદ્યંત સુંદર રચના… મત્લામાં કવિનો ખરો મિજાજ પકડાય છે.

12 Comments »

 1. Pushpakant Talati said,

  April 28, 2017 @ 4:19 am

  વાહ ! !! !!! – ખુબ જ સરસ – શું વાત છે – બહોત ખુબ , બહોત ખુબ !!

  દુશ્મન તો એક પણ મને જેીતેી શક્યોં નહેી. – હારી હું જાઉ , એમ કોઈ મિત્રતા કરે.
  કવિ ની પણ બાકી દાદાગીરી છે હો !
  – તલાટી પુષ્પકાન્ત નાં જયશ્રી ક્રુષ્ણ

 2. Pravin Shah said,

  April 28, 2017 @ 4:52 am

  ખુબ સરસ !

  મત્લા થોડો બદલાવુન ?

  બારણુ એકે નથી ને બધા આવ જા કરે

 3. Keyur said,

  April 28, 2017 @ 5:38 am

  वाह.. बहुत अछे….

 4. Gaurang Thaket said,

  April 28, 2017 @ 9:52 am

  લયસ્તરોના વાચકમિત્રોનો આભાર અને લયસ્તરોનાં સંચાલક કવિશ્રી વિવેક ટેલરનો વિશેષ આભાર…

 5. Shivani Shah said,

  April 28, 2017 @ 8:10 pm

  વાહ ! દાદ દેવી પડે કવિની ખુમારીને !

  ‘મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,
  પણ શી મજાલ રાતની કે બાવરા કરે’

 6. Pravin Shah said,

  April 28, 2017 @ 10:41 pm

  પણ શી મજાલ રાતની કે બાવરા કરે…. વાહ.. કવિની ખુમારીને !

 7. વિવેક said,

  April 29, 2017 @ 2:01 am

  @ પ્રવીણભાઈ શાહ:

  આપની કંઈક સમજફેર થઈ લાગે છે…

 8. Jigna shah said,

  April 29, 2017 @ 12:57 pm

  As always
  Saras gazal..

 9. Shivani Shah said,

  April 30, 2017 @ 3:14 am

  The scriptures have mentioned the dualities of life – જેને આપણે દ્વન્દ્વ તરીકે જાણીએ છીએ -દા.ત. દિવસ- રાત, સવાર- સાંજ, અંધારું- અજવાળું, love -hate etc.
  Once a swamiji explaibed that opposite of love is not hate ie a person may reach such a state in life that he neither loves nor hates…he is detached…similarly,
  એમ બને કે વ્યક્તિ અજવાળાની દરકાર ન કરે અને અંધારું પણ એને બેબાકળુ ન બનાવી શકે. I could be wrong in my thinking here..

 10. વિવેક said,

  May 2, 2017 @ 1:32 am

  @ શિવાની શાહ:

  આપનું વિશ્લેષણ સાચે જ દાદ માંગે એવું છે. માણવું ગમ્યું. ખૂબ ખૂબ આભાર…

 11. Shivani Shah said,

  May 4, 2017 @ 12:40 pm

  Vivekbhai, thanks for your kind words and once again many thanks for enriching our lives through Layastaro !

 12. yogesh shukla said,

  May 9, 2017 @ 9:57 pm

  બહુજ સુન્દર રચના

  દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
  નહીંતર ન બંધ બારણે હુમલો હવા કરે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment