કેટલાં દૂર જઈ અને દેવો વસ્યાં
આમ આપણને કરાવી જાતરા !
ભરત વિંઝુડા

(થેલો) – શૈલેન રાવલ

ચાલ ઊભો થા અને ઉઠાવ થેલો,
કોણ કોનો છે ગુરુ ને કોણ ચેલો ?

મન પછી સોળે કળાએ ખીલશે; જો –
દાયકાથી બંધ છે તે ખોલ ડેલો !

ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.

જળને જો, પડવું છતાં વહેવું મજાથી-
સત્ય નોખું શીખવે વરસાદી રેલો.

પોતપોતાનું અલગ છે જૂઠ મિત્રો !
પૂછશો ના કોણ સમૃદ્ધ આ કે પેલો ?

– શૈલેન રાવલ

ગુરુ કોણ ને ચેલો કોણની કડાકૂટમાં જ આપણું જીવન વીતી જાય છે. ખરી વાત તો થેલો ઉપાડવાની અને ચાલતા-વહેતા થવાની છે. આગળ વધવું એ જ ખરી જિંદગી છે. બંધ ડેલો જ્યાં સુધી ખૂલે નહીં ત્યાં સુધી તાજી હવાની લહેરખી અને તાજી કૂંપળનું ખીલવું શક્ય ક્યાંથી બને ? સરવાળે અખી ગઝલ આસ્વાદ્ય…

2 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    April 9, 2017 @ 3:56 AM

    ચાલો, બંધ ડેલો ખોલીએ… સરસ ગઝલ…
    મન પછી સોળે કળાએ ખીલશે; જો –
    દાયકાથી બંધ છે તે ખોલ ડેલો !

  2. Pravin Shah said,

    April 9, 2017 @ 4:36 AM

    જિન્દગિ જિન્દઆદિલિથિ ખેલવઆનિ ચ્હ્હે – ખેલો
    દુનિઅનિ બિજિ લપ્પન ચ્હપ્પન – મેલો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment