ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
અમૃત ઘાયલ

જુઓ મા ગુજરાતીનો દબદબો !

વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.

આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે 🙂

આ ગીત ગુજરાતી ફીલ્મ ‘મિશન મમ્મી’માંથી છે. મા ગુજરાતીનો મહિમા બુલંદ અવાજે ગાતા આ ગીતમાં પાંચ-સાત નહી પણ પુરા સત્તાવીસ ગાયકોએ પોતાનો સુર આપ્યો છે. ગીતના શબ્દો કવિ તુષાર શુક્લના છે અને સંગીત છે નિશીથ મહેતાનું.

 

બીજો વિડીયો અવિનાશ વ્યાસના અમર ગીત ‘કોણ હલાવે લીંબડી’નું cover version છે. એમાં સ્વર છે કીર્તિ સાગઠિયા અને નીસા સાગઠિયાનો. જેટલા પ્રેમ અને જતનથી આ વિડિયો બનાવ્યો એ જોઇને મૂળ ગીત પ્રત્યેનો કલાકારોનો પ્રેમ અને આદર દેખાઈ આવે છે.

5 Comments »

  1. Chitralekha Majmudar said,

    December 17, 2016 @ 12:11 AM

    Extremely emotional,touching,very well sung,very well meant,very well written wonderful sweet songs.They deserve hearty Congrats.We feel proud of our language.

  2. Rakesh Thakkar, Vapi said,

    December 17, 2016 @ 6:44 AM

    સાચી વાત છે. સુંદર ગીત છે.

  3. nehal said,

    December 18, 2016 @ 9:25 AM

    GLF માં અખા ના છપ્પા નું રૉક version બનાવનાર અને ગંગાસતી ના ભજનો ને સ્વરબધ્ધ કરનાર નવી પેઢીને જોયા પછી ગુજરાતી નું ભાવી ઉજ્જવળતમ એમાં કોઈ જ શંકા નથી.

  4. suresh shah said,

    December 19, 2016 @ 2:03 AM

    Wov. dil hali gayu.. tamari wat shachi chhe.

  5. mahesh dalal said,

    December 20, 2016 @ 12:08 AM

    વાહ વાહ્ સુન્દેર સમ્ભલ્વનિ મજા આવિ // વારે વારે સમ્ભલવુ ગમે .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment