હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
મનહરલાલ ચોક્સી

યાદગાર મુક્તકો : ૦૨ : મરીઝ, શૂન્ય પાલનપુરી

સુરા રાતે તો શું, વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું;
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.

-મરીઝ

*
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે. ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે. આજે ગુજરાતી ગઝલના બે ખ્યાતનામ શાયરોની કલમે એક-એક મુક્તકની મજા લઈએ… બંને મુક્તક સ્વયંસિદ્ધ છે…

5 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    December 7, 2016 @ 1:57 AM

    યાદગાર મુક્તકો વાંચવાની મજા આવી રહી છે…

  2. KETAN YAJNIK said,

    December 7, 2016 @ 4:57 AM

    દર વખતે દોઢ ડાહ્યા ન થવાય।

  3. NAREN said,

    December 7, 2016 @ 5:36 AM

    ખુબ સુંદર મઝા નો આયોજન ,, લાજવાબ

  4. Harshad said,

    December 7, 2016 @ 8:12 AM

    Vaah… Vaah….!

  5. Anil Shah.Pune said,

    September 24, 2020 @ 12:21 AM

    ચાલું કર્યું છે રાતે પીવાનું,
    સવાર સુધી હું પીતો રહ્યો,
    તારી યાદ, તારી વ્યથા ને,
    ધરી ધરીને પીતો રહ્યો,
    ઢળી ના પડું તારા આંગણા માં,
    બસ એ વીચારે થોડી પીતો રહ્યો,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment