હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
વિવેક મનહર ટેલર

યાદગાર મુક્તકો : ૦૦ : બાર – બાર યે દિન આયે…

૧૨   ૧૨   યે દિલ ગાયે…
૧૨   ૧૨   યે દિન આયે…

‘લયસ્તરો.કોમ’ની બારમી વર્ષગાંઠે આ યાત્રામાં સદૈવ અમારી સાથે રહેલા કવિમિત્રો અને વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…

દર વર્ષગાંઠ ઉપર કંઈક નવું આપવાની અમારી ઇચ્છાના પરિપાકરૂપે અત્યારસુધી કરેલ ઉજવણીની એક ઝલક :

જે-તે કેટેગરીના નામની ઉપર ક્લિક કરવાથી આપ જે-તે વર્ષની ઉજવણીમાં ફરી એકવાર સામેલ થઈ શકશો… પણ હા, એક શરત છે- આપના પ્રતિભાવ આપવા ભૂલશો નહીં.

 1. 2005 – ~~~
 2. 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
 3. 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
 4. 2008 – યાદગાર ગઝલો
 5. 2009 – યાદગાર ગીતો
 6. 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
 7. 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
 8. 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
 9. 2013 – સવા-શેર (યાદગાર શેર)
 10. 2014 – बज़्म-ए-उर्दू  (ઉર્દૂ રચનાઓ)
 11. 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
 12. 2016 – યાદગાર મુક્તકો – આવતીકાલથી શરૂ….

9 Comments »

 1. CHENAM SHUKLA said,

  December 5, 2016 @ 1:36 am

  લયસ્તરો ટીમનાં તમામ સભ્યો ને ગુજરાતી કવિતાની પ્રશંસનીય સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…. અઢળક શુભેચ્છાઓ…આ યજ્ઞ ..આ સફર આ રીતે જ અવિરત ચાલતી રહે

 2. lata hirani said,

  December 5, 2016 @ 5:10 am

  તમારી નિષ્ઠાને અને કવિતાપ્રેમને સલામ, વંદન…..

 3. Chetna trivedi said,

  December 5, 2016 @ 10:02 am

  જ્યારે જ્યારે વાંચીએ ત્યારે અવ્યક્ત આનંદ મળે છે.12 મી વર્ષગાંઠ ઉપર 12-12 અઢળક શુભેચ્છાઓ

 4. Suresh Shah said,

  December 5, 2016 @ 8:12 pm

  જન્મદિન મુબારક!
  વધુ ને વધુ સિધ્ધી પ્રપ્ત કરો.
  બને એટલો ગમતાનો ગુલાલ કરો ….
  એ જ શુભેચ્છા ….

  સુરેશ શાહ, સિંગાપોર

 5. Rakesh Thakkar, Vapi said,

  December 5, 2016 @ 10:25 pm

  સુંદર પરંપરા.
  મુક્તકો વાંચવા ઉત્સુક છીએ.

 6. poonam said,

  December 6, 2016 @ 1:46 am

  dhero Badhaiya aur Shubhkamnaye…
  in Layo ke Staro me nirntar stro ki badhotari hoti rahe…
  🙂

 7. MAHESHCHNADRA NAIK said,

  December 6, 2016 @ 2:44 am

  ખુબ ખુબ અભિનદન અને લયસ્તરોને શુભ કામનાઓ આવતા અનેક વરસો સુધીની સફળતમ સફર માટૅ…………ડો.વિવેકભાઈની અવિરત કાવ્ય યાત્રાને સલામ………..

 8. La' Kant Thakkar said,

  December 7, 2016 @ 7:44 am

  કુલ મિલાકે …..એક બે-મિસાલ જુનૂનકી મિસાલ !
  સભી સહયોગીયોંકો દિલસે લાખોં દુઆ-સલામ !
  બસ ઈતિહાસ બને. લોગોંકી ખુશીયાં બરકરાર રહે .

 9. Harshad said,

  December 7, 2016 @ 2:54 pm

  Really enjoyed Laystero from the day I joined. My congratulations to all friends who active and enjoying Laystero.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment