લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !
વિવેક મનહર ટેલર

ક્યાં જઈ… – ગિરીશ પરમાર ‘રઢુકિયા’

ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.

હું તને ભૂલી ગયો છું ક્યારનો,
એમ બોલીને કરું છું યાદ પણ.

કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.

સેંકડો પંખી હણાતાં જાય છે,
કોઈએ છેડ્યો નહીં વિવાદ પણ.

છે રઢુ વ્હાલું અમોને, છે જ છે,
એટલું વ્હાલું જ અમદાવાદ પણ.

– ગિરીશ પરમાર ‘રઢુકિયા’

રઢુ ગામના ગિરીશ પરમારે જે કાબેલિયતપૂર્વક “પણ” જેવી સંભાવનાસૂચક રદીફ યથાર્થ વાપરી છે એ સાચે જ કાબિલે-દાદ છે. એક પણ શેરમાં રદીફ લટકી પડી નથી બલકે શેરના અર્થમાં ભાવપૂર્ણ ઉમેરણ કરવામાં સફળ નિવડી છે. વાહ, કવિ!

8 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  December 1, 2016 @ 3:06 am

  કાબિલે-દાદ ગઝલ
  હું તને ભૂલી ગયો છું ક્યારનો,
  એમ બોલીને કરું છું યાદ પણ.

 2. Neha said,

  December 1, 2016 @ 3:13 am

  Hu tane bhuli gayo… kya baat

  Saras ghzl

 3. KETAN YAJNIK said,

  December 1, 2016 @ 11:03 am

  ભાઈ, વાદ તો અમ (ને) પણ અમદાવાદનો , પણ। ……..

 4. Girish Parikh said,

  December 1, 2016 @ 9:40 pm

  ગઝલ ગમી.
  આ ગિરીશની બે પંક્તિઓઃ
  વ્હાલું મોડેસ્ટો અમોને છે જ છે
  બાવળા કેરાળાવ્હાલાં છે જ પણ.
  –ગિરીશ પરીખ (મોડેસ્ટન Modestan)
  મોડેસ્ટો કેલિફોર્નિયા

 5. Girish Parikh said,

  December 1, 2016 @ 9:56 pm

  અને બીજી બે પંક્તિઓઃ
  મૂળ અમદાવાદના મુજ પૂર્વજો
  ગિરીશને વ્હાલું એથી અમદાવાદ પણ!

 6. Girish Parikh said,

  December 2, 2016 @ 12:41 am

  Posted about this ghazal on http://www.GirishParikh.wordpress.com today on December 1, 2016.

 7. suresh shah said,

  December 2, 2016 @ 12:56 am

  Saras Gazal.

  Pan jeva radif thi gazal lakhavi a kabiledad chhe.
  all the best keep it up.

 8. VIPUL PARMAR said,

  December 2, 2016 @ 2:41 am

  કેટલા વર્ષો પછી નજરો મળી,
  હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.

  saras…. gazal… kavi…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment