વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

સન્નાટા – મરીઝ

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

-મરીઝ

રીઅલ માસ્ટર !!!! પ્રત્યેક શેર અફલાતૂન !!

6 Comments »

  1. Pravin Shah said,

    November 21, 2016 @ 5:02 AM

    Mariz etale Mariz !
    Vadhu kain kehvai na !

  2. Vineshchandra Chhotai said,

    November 21, 2016 @ 6:02 AM

    Hariaum namaskar the great poet of our time ,missing his style of telling truth 😁😂😃😃😃😃😃😃😃😃😃😃

  3. Rakesh Thakkar, Vapi said,

    November 21, 2016 @ 7:28 AM

    બહોત ખૂબ!
    આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
    હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

  4. KETAN YAJNIK said,

    November 21, 2016 @ 7:39 AM

    ભાઈ, શું કામ આટલું બધું વલૂરાવો છો?

  5. La' Kant Thakkar said,

    November 22, 2016 @ 9:21 AM

    વિદાય – વ્યથા …

    વિપિન પરીખનું પ્રશ્ન-કાવ્ય યાદ આવી જાય છે .[” તમે ક્યારેય કોઈ દોસ્તને એકાએક જીવનમાંથી ખસી જતા જોયો અનુભવ્યો છે ?]”તુલસીનો છોડ વહેલો કરમાયાનો એહસાસ ,શહેર એકાએક ખાલી થયાનો અનુભવ !
    “સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
    પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.”

    “જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
    લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.”
    સરસ.
    આ સાચી રીત પોતાની જાતને મૂલવવાની !
    ==============================================
    આ લ્યો એક “સન્નાટા”નું કાવ્ય …..

    સન્નાટો!
    તેં કરી તારી અંગત વ્યથા-કથા,ઉડતા પવનો સાવ થંભી ગયા,
    વાદળો પણ ગાયબ થઇ ગયાં, ઉછળતા સાગરો સ્થિર શાંત થયા ,
    ફૂલોના હાસ્યો છેક વિલાઈ ગયાં,વૃક્ષોય છેકજ સ્થિર શાંત થયાં,
    પંખીઓ સ્તબ્ધ ને ઉદાસ થયા,પર્વતો સમાધિસ્થ ને શાંત થયા .
    કોઈ પૂછે છે હળવેકથી, મને,: “શું હું તારે માટે કંઈ કરી શકું?”
    હું મૂઢ, હવે મારા વિષે શું કહું?ન જાણું, હું ક્યાં છું? હું કોણ છું?
    ક્યાંથી આવ્યો? કયાં જવાનો? ખુદને પૂછી, કરી જાત-તપાસ,
    તેના આ પરિણામ છે? ભય, ચિંતા ને ચૂપકીદી બહુ જ કનડે છે!
    કબરસ્થને બહુ જ પ્રેમ કરનારો, કબર પાસે બેસી ખૂબ રડે છે,
    ત્યાં સુહાના પીળાં ફૂલો ઉગે છે! તું રંગીલી મુખરિત થઇ બોલે:
    તારા નામનો સંદેશ આપે,સુવાસ,સ્મિત,આહ્ લાદનો અર્થ ખોલે,
    વસંત આવી,ફૂલો ચમક્યાં ખૂબ,છાઇ રંગીની આબેહૂબ, તું ડોલે,
    મોસમ છલકે, ઉભરે એ વજૂદ,વારી જાઉં હવે હું કોના બોલે?
    તું હતી, એક આલમ મસ્ત હતો,હતી દિલ-મનની બેફામ વાતો,
    તું નથી,વરસું તો કોની ઉપર?એટલે છે, ફરી પાછો એજ સન્નાટો!

  6. Jigar said,

    November 22, 2016 @ 1:28 PM

    aflatoon creation

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment