કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
વિવેક મનહર ટેલર

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

– રમેશ પારેખ

આમ જુઓ તો કાવ્યની વિષયવસ્તુ કેટલી નાનકડી છે !! છતાં કેટલી સુંદર ગૂંથણી છે !!

7 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  November 15, 2016 @ 3:21 am

  સુંદર રચના !

 2. CHENAM SHUKLA said,

  November 15, 2016 @ 5:24 am

  Aflatoonn……No words for images

 3. KETAN YAJNIK said,

  November 15, 2016 @ 7:28 am

  એ ની એ જ રામાયણ અને એ નું એ જ મહાભારત
  લયબદ્ધ

 4. Shivani Shah said,

  November 16, 2016 @ 11:59 am

  સુંદર રચના..કવિતા સાથે ઝૂલવાની મઝા પડી..છોકરાએ બાપાની પેઢીમાં જઇને ફૂલ ચિતર્યુ અને છોકરીએ ? રસોડામાં જઇને કંઈ ચિતર્યુ ખરું ? આખો ને આખો બગીચો ?

 5. Rakesh Thakkar, Vapi said,

  November 17, 2016 @ 3:59 am

  Nice Gazal

 6. La' Kant Thakkar said,

  November 18, 2016 @ 6:24 am

  એક આદિમ ઝંખના ……
  પારસ-સ્પર્શ શો એક એહસાસ ….
  સુવર્ણ-રજશી આનંદ-ક્ષણોને મેહસૂસ કરવાની જીવનની એક મહદ ઘટના !
  ર.પા. … એટલે એંક આગવી ભાષા-શૈલી-રજૂઆતનું નામ .
  આભાર ” તીર્થેશ”

 7. Nikunj Zampadiya said,

  May 26, 2017 @ 1:10 pm

  ખુબ જ સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment