સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !
શ્યામ સાધુ

આ બધું તો થાય છે ! – રાજેન્દ્ર શુક્લ

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!

હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!

આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!

જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!

શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!

– રાજેન્દ્ર શુક્લ

7 Comments »

 1. KETAN YAJNIK said,

  November 9, 2016 @ 5:16 am

  શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
  મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
  fine

 2. SARYU PARIKH said,

  November 9, 2016 @ 11:21 am

  શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
  મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
  Yes, I also liked this line very much.
  Saryu Parikh

 3. Rakesh Thakkar, Vapi said,

  November 9, 2016 @ 11:59 am

  Nice
  હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
  શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!

 4. વિવેક said,

  November 10, 2016 @ 2:12 am

  અદભુત ગઝલ… જાણીતી પણ વારંવાર માણવા જેવી…

 5. La' Kant Thakkar said,

  November 10, 2016 @ 7:38 am

  ઋષિકવિ ‘દાદા જેવા “રાજેન્દ્ર શુકલ” ની ઘણી કૃતિઓ ભગવા-ફિલસુફી-દર્શનગમ્ય !
  આ એમની પણ ‘ચહીતી’ કૃતિ ! એમના ઘેરા ખરજ શા અવાજમાં સાંભળવી એક સદનસીબી !
  એસ.એન.ડી.ટી.ઘાટકોપર માં એમના પાંચ સંગ્રહ-સંપુટ વિમોચનવિધિ વખતે અને પછી તેમના ઘરે ‘અનુભવી દાદાગુરું બ્લોગર સુરેશ જાની’ના સંગાથે ડીસેમ્બર ૨૦૧૨માં અન્ય કચ્છી વાતો સહિતની કાવ્ય રચનાઓ, ગઝલો સાથે ફરીથી માણ્યાનું યાદ .

  સહજને કિનારે યાત્રા કરતાં …આયુષ્યના એક મુકામ-પડાવે … ‘આપણું કર્યું-કારવ્યું કંઇજ થતું , કામ આવતું નથી!’- એ સમજાય ત્યારે પ્રકૃતિગત યંત્રણા ” સ્વયં-સંચાલિત “-ઓટોમેટીક લાગે , આવો અનુભવ આવા શબ્દો મન-મગજ-ઝેહનમાં આવે અને કર,આંગળીઓ કલમ દ્વારા આકારાય .
  ભૌતિક સાધન-‘ટૂલ’ ” આપણા અંગો ‘અદૃષ્ટ'(શ્વાસ ને કેવી રેતે ઝાલી શકે?

  નીરવ એકાંતે ક્યારેક ‘સ્વ’નાં પવિત્ર-ચૈતન્ય તત્વ સાથે અનુસંધાન કવચિત સ્વાભાવિક “થઇ જાય”
  [ ધ્યાન ઘટે] તો…. બીડેલા ચક્ષુઓ સમક્ષ આવ-જાવ,ઉતર-ચડ,ઉત્પાદ-વ્યય, ઉઘાડ-બંધ એવા અવનવા ચિત્રો “હકીકતની જેમ ” તાદૃશ થઇ જાય …આનંદની એક બ્લીસફુલ લહર જીવંત સ્પર્શ કરી જાય.
  આનંદ …આનંદ .આનંદ …
  લા’કાન્ત /૧૦.૧૧.૧૬ .

 6. Suresh Shah said,

  November 10, 2016 @ 6:50 pm

  Shabdonaa arth ogli kalarav thayaa – beautiful verse.
  Thanks

 7. Jigna shah said,

  November 15, 2016 @ 4:38 am

  Wahh

  Aa badhu to thay che..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment