જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?
રમેશ પારેખ

જાદુ – પારુલ ખખ્ખર

શિખરનો, ધજાનો, ગભારાનો જાદુ,
છવાયો છે ગેબી ઈશારાનો જાદુ.

ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.

‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
હતો કંઈક એવો ઉતારાનો જાદુ.

હથેળીની રેખા વળોટી ગયા ને,
નકારી દીધો છે સિતારાનો જાદુ.

તમે ઊંઘમાં શેર બોલો છો ‘પારુલ’,
ચડ્યો તો નથી ને દુબારાનો જાદુ !

– પારુલ ખખ્ખર

જાદુ કરી દે એવી દાદુ ગઝલ ! હીરો હોય કે મનુષ્ય – જેમ વધુ ઘસાય એમ વધુ ઝળહળે. ઘસારાનો જાદુ સ્વીકાર્ય ન હોય તો પ્રગતિને ભૂલી જવી પડે.

12 Comments »

 1. Rina said,

  October 27, 2016 @ 4:55 am

  Waaahhh

 2. Vijay Pathak said,

  October 27, 2016 @ 7:58 am

  kya baat hai!! Aafreen sad aafreen!!!!

 3. SARYU PARIKH said,

  October 27, 2016 @ 9:38 am

  Wah! very good.
  ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
  સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
  Saryu Parikh

 4. binitapurohit said,

  October 27, 2016 @ 11:33 am

  वाह !!
  कमाल कमाल कमाल…..
  ऊम्दा ग़ज़ल के लिये धन्यवाद
  आपकी कलम को मेरा सलाम

 5. ભરત દરજી'આભાસ' said,

  October 27, 2016 @ 1:50 pm

  ‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
  હતો કંઈક એવો ઉતારાનો જાદુ.

  વાહ

 6. ભરત દરજી'આભાસ' said,

  October 27, 2016 @ 1:50 pm

  ‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
  હતો કંઈક એવો ઉતારાનો જાદુ.

 7. લક્ષ્મી ડોબરિયા said,

  October 27, 2016 @ 11:54 pm

  ખૂબ જ ખૂબ જ સરસ ગઝલ.
  સહજ દાદ અપાઈ જાય.

 8. Sandhya Bhatt said,

  October 28, 2016 @ 1:02 am

  અત્યંત ઉમદા ગઝલ….બહેન પારૂલનો જાદુ….

 9. જગદીશ કરંગીયા 'મોજ' said,

  October 28, 2016 @ 4:57 am

  સાંચવીને રાખ્યું’તુ મારા મોંઘેરા મનડાંને,
  લૂંટાણું એ નક્કી નજરના ધુતારાનો જાદુ!

 10. chandresh said,

  October 28, 2016 @ 7:06 am

  તમે ઊંઘમાં શેર બોલો છો ‘પારુલ’,
  ચડ્યો તો નથી ને દુબારાનો જાદુ !
  saras

 11. poonam said,

  November 7, 2016 @ 3:42 am

  ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
  સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ..
  – પારુલ ખખ્ખર-(Y)

 12. Parul Khakhar said,

  August 12, 2017 @ 12:50 pm

  આભાર મિત્રો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment