જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.
જયંત ડાંગોદરા

ગઝલ – અંકિત ત્રિવેદી

પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.

થાપે છે થાપ પાંપણ
આંખોય માણભટ છે.

ફોટો પડ્યો પવનનો
કોની ઊડેલ લટ છે ?

છે મંચ પર છતાંયે
નાટક વગરનો નટ છે.

– અંકિત ત્રિવેદી

ઓછા શબ્દોમાં સ-રસ વાત ! જેમ વિચારીએ એમ વધુ ખુલે એવા મનનીય શેર…

8 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    October 6, 2016 @ 3:34 AM

    થાપે છે થાપ પાંપણ
    આંખોય માણભટ છે

    વાહ !

  2. CHENAM SHUKLA said,

    October 6, 2016 @ 4:03 AM

    વાહ …થોડા શબ્દોમાં ચોટદાર વાત

  3. poonam said,

    October 6, 2016 @ 5:10 AM

    છે મંચ પર છતાંયે
    નાટક વગરનો નટ છે.
    – અંકિત ત્રિવેદી Waah !

  4. ketan yajnik said,

    October 6, 2016 @ 6:34 AM

    fપ્રશ્નો ઘણા વિકટ છે,
    રસ્તો છતાં નિકટ છે.
    તોય મારા હૈયાથી વાત છાની રાખી વાત હાટ હૈયાથી હોઠ સુધીની પણ…i

  5. Yogesh Shukla said,

    October 6, 2016 @ 3:45 PM

    સરસ રચના , અદભુત ,
    એક એક પંક્તિએ ચોખવટ ,

  6. binitapurohit said,

    October 7, 2016 @ 1:44 AM

    wah kavi
    tuki baher ma sundar rachna

  7. aasifkhan said,

    October 7, 2016 @ 1:30 PM

    اवाह सरस

  8. Yogesh Shukla said,

    October 14, 2016 @ 12:54 AM

    સુંદર રચના ,…
    ફોટો પડ્યો પવનનો
    કોની ઊડેલ લટ છે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment