જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મહેકતી હવાઓમાં કંઈક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપી ને, લ્યો અમે તો આ ચાલ્યા
તુષાર શુક્લ

ઓલ્યું… હિન્દીમાં કે’ છે….. – અનિલ ચાવડા

ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?

એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?

હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.

– અનિલ ચાવડા

માત્ર તળપદી તેમજ રોજિંદા વપરાશની ભાષાના અનોખા પ્રયોગો પણ આ ગઝલને આકર્ષક બનાવવા પૂરતા છે, પણ અહીં તો અર્થગાંભીર્ય પણ કાબિલ-એ-દાદ છે !!

13 Comments »

 1. Chitralekha Majmudar said,

  September 26, 2016 @ 2:34 am

  Nice poem,in simple words, with some ray of hope,some optimism and positive attitude at the end.

 2. કુશલ દવે said,

  September 26, 2016 @ 3:52 am

  જોરદાર..
  ગેગેફેફે થી પણ જોરદાર..

 3. lata hirani said,

  September 26, 2016 @ 7:13 am

  Anilbhai is Anilbhai.

 4. rasikbhai said,

  September 26, 2016 @ 8:16 am

  pratyek pankti aagiyana tola jevi.

 5. સુનીલ શાહ said,

  September 26, 2016 @ 8:59 am

  વાહ…સાદ્યંત સુંદર ગઝલ

 6. CHENAM SHUKLA said,

  September 26, 2016 @ 9:17 am

  અમુક રચનાઓ વિષે બોલવું એ પણ શક્ય નથી હોતું……નિ:શબ્દ થઇ જવાય

 7. La' Kant Thakkar said,

  September 26, 2016 @ 9:44 am

  સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
  એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

  ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
  આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.”

  – અનિલ ચાવડાને અભિનંદન

 8. Siddharth j Tripathi said,

  September 26, 2016 @ 9:54 am

  आगिया नु एक टोलु
  आखी ग़ज़ल मजानी
  छे पण अंतिम शेर वाह क्या बात है

 9. Rakesh Thakkar, Vapi said,

  September 26, 2016 @ 11:36 pm

  ક્યા બાત હૈ!
  ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
  આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.

 10. Dr Bhadja said,

  September 27, 2016 @ 2:13 am

  waah…
  pahela sher par takoro maryo – Jakh Marva.. waah.. shu vaat che.

  antim share ati uttam. anilbhai ne khub khub abhinandan and shubhechhao.

  bahot khub kavi…
  and thanks to laystaro. we are not mentioning this every time, even sometimes we don’t comment but we love you LAYASTARO team and keep sharing..

 11. Neha said,

  September 28, 2016 @ 2:40 pm

  Waah kavi !!

 12. Harshad said,

  September 28, 2016 @ 8:36 pm

  Beautiful. Really beautiful..!!

 13. વિવેક said,

  September 29, 2016 @ 2:45 am

  અનિલની જૂની-જાણીતી પણ ફરી ફરી માણવી ગમે એવી અદભુત રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment