મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

પ્હોંચી – હર્ષ બ્રહ્મભટ્ટ

એક અફવા નગર સુધી પ્હોંચી,
કૈંક લાશો કબર સુધી પ્હોંચી.

ફાટી આંખે ઢળી પડી દ્વારે,
જે ખુશી મારા ઘર સુધી પ્હોંચી.

દર ગુમાવ્યાની જાણ ત્યારે થઈ,
જ્યારે કીડી શિખર સુધી પ્હોંચી !

બેખબર થઈ ગઈ ખબર પોતે,
જે ખબર બેખબર સુધી પ્હોંચી !

ક્યાંક ફસડાઈ ગઈ દુઆઓ તો,
બદદુઆઓ અસર સુધી પ્હોંચી !

– હર્ષ બ્રહ્મભટ્ટ

દરેકે-દરેક શેર પર વાહ-વાહ પોકારવાનું મન થાય એવી ગઝલો પ્રમાણમાં ઓછી જ જોવા મળે છે. એક-એક શેર પાણીદાર અને એક પણ શેર સમજૂતીના મહોતાજ નહીં. ‘ખબર’વાળા શેરમાં કવિએ શબ્દોની રમત કરીને જે અર્થ ઉપસાવ્યો છે એની કદર તો કોઈ બેકદર જ કરવી ચૂકી જાય…

2 Comments »

  1. Jaffer Kassam said,

    August 25, 2017 @ 7:05 AM

    આ વાત તદ્દન સચિ

  2. Shivani Shah said,

    August 25, 2017 @ 1:02 PM

    રહસ્ય ઊપજાવ એવી ગઝલ. ..
    અફવા, ઢળી પડેલી ખુશી, બેખબરને ખબર – જે પોતે બેખબર, બદદુઆઓ…
    દર ગુમાવ્યાથી અણજાણ શિખરપર પહોંચેલી કીડી.. વાહ કવિ…ભાષા સરળ છતાં પણ ગૂઢ, રહસ્યમય. ..

    ‘चिठीया हो तो हर कोई बांचे
    भाग ना बांचे कोई
    करमवा बैरी हो गए हमार ….’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment