ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.
– મેઘબિંદુ

અઘરી પડી – બિનિતા પુરોહિત

એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.

લાગણીના સૂના જંગલમાં જતા,
પાતળી પગદંડી પર ભૂલી પડી.

હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.

પૂછ સાગરને કે આ તોફાનમાં,
તારી લહેરોને હવા ઓછી પડી?

લીલ તો પથ્થર ઉપર બાજી પડે,
રેત પરથી શી રીતે લપસી પડી.

અડધે સ્વપ્ને આંખ કાં ઊઘડી ગઈ,
બોલ, ‘બિન્ની’ ઊંઘ ક્યાં કાચી પડી ?

– બિનિતા પુરોહિત

સ્થિર-સમતલ જિંદગી આપણને એવી કોઠે પડી ગઈ છે કે એકાદ ક્ષણનો રઝળપાટ પણ આપણને અઘરો પડી જાય છે. બધા જ શેર સરસ થયા છે પણ ઊંઘ ઊડી જવા વિશેના બંને શેર તો એકદમ મજાના થયા છે !

12 Comments »

  1. Neha said,

    September 3, 2016 @ 2:57 AM

    Abhinandan binita.

  2. Jigar said,

    September 3, 2016 @ 3:29 AM

    Khub Saras….

  3. binitapurohit said,

    September 3, 2016 @ 5:24 AM

    શુક્રિયા લયસ્તરો

  4. કિશોર પંચમતિયા said,

    September 3, 2016 @ 6:11 AM

    હું નથી સીતા ને એ રાવણ નથી
    તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી
    એક સ્ત્રીની લાચારીને સરસ રીતે વર્ણવી છે તમે બેન અભિનંદન

  5. Bharat Suchak said,

    September 3, 2016 @ 6:23 AM

    khub saras

  6. Vinod Rathod said,

    September 3, 2016 @ 3:10 PM

    વાહ બહુ સરસ, બિનીતાબેન

  7. Girish Parikh said,

    September 4, 2016 @ 12:51 AM

    “બંધ આંખોમાં કર્યું મેં ડોકિયું” જોઈએ?

  8. Rakesh Thakkar, Vapi said,

    September 4, 2016 @ 1:32 AM

    vaah
    પૂછ સાગરને કે આ તોફાનમાં,
    તારી લહેરોને હવા ઓછી પડી?

  9. lata hirani said,

    September 5, 2016 @ 11:06 AM

    very touchy.

    May I have her contact please ? mob. or email ?

  10. વિવેક said,

    September 6, 2016 @ 2:50 AM

    @ લતા હિરાણી:

    કવયિત્રીનો નંબર મેં આપને ફેસબુક પર ઇનબોક્ષમાં મોકલી આપ્યો છે

    આભાર

  11. Yogesh Shukla said,

    September 7, 2016 @ 6:23 PM

    બહુજ સુંદર રચના , એક એક શેર દમદાર ,

    હું નથી સીતા ને એ રાવણ નથી,
    તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.

    પૂછ સાગરને કે આ તોફાનમાં,
    તારી લહેરોને હવા ઓછી પડી?

  12. પરશુરામ ચૌહાણ said,

    September 17, 2016 @ 2:20 PM

    ખૂબ જ સુંદર. ઉમદા . સરળ. પ્રવાહી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment