હર સમસ્યાઓના મૂળમાં હોય છે,
આપણી ઈચ્છાનાં માયાવી હરણ.
ઉર્વીશ વસાવડા

જિંદગી ખર્ચાય છે – મેગી આસનાની

image

એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!

માવઠાને કોણ સમજાવે હવે ?!
બ્હાર મારાં સપનાં પણ સુકાય છે.

હું ઊભી છું રણમાં ને મારું આ મન,
સામે દરિયા પાર પહોંચી જાય છે.

રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.

મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.

– મેગી આસનાની

દુબઈસ્થિત કવયિત્રી મેગી આસનાની પોતાના પ્રથમ ગઝલ સંગ્રહ “જાત સાથે વાત” ગુજરાતી ગઝલોની દુનિયામાં બા-અદબ પ્રવેશ કરે છે. લયસ્તરો તરફથી કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સ્નેહાભિનંદન….

ગઝલના બધા જ શેર ધ્યાનાર્હ હોય એવી જવલ્લે જ બનતી સુખદ ઘટના અહીં ઘટી છે એનો આનંદ…

13 Comments »

 1. suresh b shah said,

  July 28, 2016 @ 2:11 am

  congrates, all the best ,
  keep it up

 2. Neha said,

  July 28, 2016 @ 2:25 am

  RatraNi hoy k surajmukhi.. sher vishesh gamyo…
  abhinandan megi

 3. Rakesh Thakkar, Vapi said,

  July 28, 2016 @ 2:46 am

  કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ. તેમની સુંદર ગઝલો અવાર નવાર વાંચવાની ગમે છે.
  એક પંક્તિમાં તું આવી જાય છે,
  બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!

 4. Bharat Vinzuda said,

  July 28, 2016 @ 3:13 am

  સરસ ગઝલ છે.

 5. નિનાદ અધ્યારુ said,

  July 28, 2016 @ 3:31 am

  હું ઊભી છું રણમાં ને મારું આ મન,
  સામે દરિયા પાર પહોંચી જાય છે.

  હું ઊભી છું રણમાં ને મારું આ મન,
  સાત દરિયા પાર પહોંચી જાય છે.

  સુંદર ગઝલ. ઉપરના શેરમાં સામે ની જગ્યાએ સાત મૂકવાથી અર્થ વધુ ઉઘડે છે. કવિયેત્રીને અઢળક અભિનંદન !

 6. KETAN YAJNIK said,

  July 28, 2016 @ 4:02 am

  રચના કોઈની ક્યાંય પણ કેવી હોય તે સાથે તેનું પ્રાગટ્ય જ પૂરતું છે બાકીનની વાત બાકી રચનાકાર ને અભિનંદન અને શુભેચ્છાઓ

 7. Rohit kapadia said,

  July 28, 2016 @ 7:36 am

  બહુ જ સરસ રચના. પ્રથમ બે પંક્તિ વાંચતા જ એક વાંચેલી વાત યાદ આવી. પાટીમાં તારૂં નામ લખ્યું ને પછી સ્લેટ આખી કોરી.

 8. Chintan Acharya said,

  July 28, 2016 @ 5:15 pm

  માવઠાને કોણ સમજાવે હવે ?!
  બ્હાર મારાં સપનાં પણ સુકાય છે

  very nice….

 9. Vineshchandra chhotai said,

  July 29, 2016 @ 10:30 pm

  JSK👏🙏👍hariaum ,bahu j saras vato che ,gami Jay tevi ,
  aaa kavitri ne ” inam ” malvuj joi

 10. jigna trivedi said,

  July 31, 2016 @ 10:23 am

  સખી મેગીને ખૂબ ખૂબ અભિનંદન.

 11. VISHAL JOGRANA said,

  August 1, 2016 @ 5:17 am

  મોત સામે આ તે કેવી જંગ છે ?
  માણસોની જિંદગી ખર્ચાય છે.

 12. Yogesh Shukla said,

  August 1, 2016 @ 5:55 pm

  બહુજ સરસ રચના ,પહેલા શેર માં જ ઘણું બધું કહી નાખ્યું ,
  એક પંક્તિમાં તું આવી જાય છે,
  બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?

 13. Harshad said,

  August 2, 2016 @ 6:30 pm

  Beautiful !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment