આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

ઉથલાવ ને – હર્ષા દવે

હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!

આજ ટહુકા રંગમાં તરબોળ છે,
આજ તો ફૂલો તમે પણ ગાવને !

સ્તબ્ધ થઈને સાવ તળિયે જીવવું,
આકરું લાગી રહ્યું છે વાવને !

ઓગળે હોવાપણાનું આવરણ
કોઈ દિ’ વરસાદમાં જઈ ન્હાવ ને!

આંખથી ઓઝલ થયે શું ફાયદો ?
યાદમાંથી શક્ય હો, સંતાવ ને!

સાવ રેઢુ જ્યાં મૂક્યું’તું બાળપણ,
એ જ રસ્તે આજ પાછા જાવ ને!

-હર્ષા દવે
(૧૬.૭.૨૦૧૬)

“જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી” – મરીઝ જિંદગી જીવવાની ફિલસૂફી આ પ્રકારે આપે છે તો હર્ષા દવે ઘા-દુઃખ-દર્દને હાંસિયામાં ધકેલી આગળ વધવા પાનું પલટાવી દેવાની ફિલસૂફી લઈને આવે છે.

4 Comments »

  1. Rina Manek said,

    August 25, 2016 @ 4:08 AM

    હાંસિયામાં મૂકવા છે ઘાવને;
    ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!

    Waahhhhh

  2. Pravin Shah said,

    August 25, 2016 @ 5:41 AM

    Wah ! Harshabahen,

    Kavita khub khub gami.

    Have aavi kavita nu biju panu kyare uthalavsho ?

    Vat joishun.!

  3. La' Kant Thakkar said,

    August 25, 2016 @ 7:42 AM

    અમુક ભાવ-સ્પંદન-પ્રતીકો ચોટદાર ! “..હાંસિયામાં મૂકવા છે ઘાવને;….”….
    “એમ ક્યાં કોઈ કાંકરા જૂદા કરી શકાય છે ? // એમ સહજતાથી ક્યાં કશું ટાળી શકાય છે ?
    મન સદા ભેળ-સેળ કરવામાં પાવરધું ,પાનું ઉથલાવવાની વાત !…
    લગભગ ,ચિનુ મોદીની પંક્તિ યાદ કરાવ દે ….:
    ” છોડીને ચાલ્યો તો જાઉ, સંબંધ જો બાંધ્યો હોય હાથની હથેળીએ …”

    “……ઓગળે હોવાપણાનું આવરણ….” સરસ ! હોવાપણાની સભાનતા …..તકલીફનું કારણ ???
    સ્ફૂરણ :
    “એમ જો ખરી પડત દેહ આ સૂક્કા પીળા પાનની જેમ .
    મોજ આવત સહલ લેવાની કપાયેલા પતંગની જેમ !”
    અભિનંદન ….

  4. નિનાદ અધ્યારુ said,

    August 28, 2016 @ 1:46 AM

    સ્તબ્ધ થઈને સાવ તળિયે જીવવું,
    આકરું લાગી રહ્યું છે વાવને !

    કેટલું આકરું !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment