આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.
નિનાદ અધ્યારુ

વાત ક્યાં સમજાય છે ! – નેહા પુરોહિત

આંખ પરથી વાત અંદાજાય છે,
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

એક, બે ને ત્રણ નથી થાતું અહીં,
એ રીતે તો એકડો ભૂંસાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

તું ગુલાબી જાત બોળે ઈશ્કમાં,
રંગ દિલનો આસમાની થાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

રોજ આવે છે તું મારી શેરીએ ,
બિનજરૂરી ધારણા બંધાય છે…
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

– નેહા પુરોહિત

આ રચનાને આપણે શું કહીશું? ગઝલ કે ત્રિપદી ? ગઝલ કહીએ તો દરેક શેરમાં આવતી ત્રીજી પંક્તિ સામી ઊભી રહી જાય છે અને ત્રિપદી ગણીએ તો પહેલા બંધમાં એક પદ ખૂટે છે ને બાકીના તમામમાં ત્રીજું પદ માત્ર પુનરાવર્તન છે. પણ કવિતાના આકારના પિષ્ટપેષણમાં ન ઉતરીએ તો તરત જ સમજાય છે કે ત્રીજું પદ જ આ રચનાની જાન છે. દરેક શેરને એ ત્રીજું પદ અર્થની નવી ઊંચાઈ અને ગહેરાઈ- બંને બક્ષે છે.

કવયિત્રીની આજે વર્ષગાંઠ પણ છે…  ટીમ ‘લયસ્તરો’ તરફથી કવિમિત્ર નેહાને જન્મદિવસ પર શત શત કોટિ સ્નેહકામનાઓ….

8 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  August 6, 2016 @ 1:54 am

  આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
  આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે…

  આપ શું સમજો હૃદયની વાતમાં,
  આપને ક્યાં દર્દ જેવું થાય છે…

  આદિલ સાહેબનાં બે શેર યાદ આવી ગયાં …!

  અભિનંદન !

 2. Neha said,

  August 6, 2016 @ 3:11 am

  હ્યદયપૂર્વક આભાર લયસ્તરો !

  જ્યારે નેહા પુરોહિત કાવ્યજગતમા પા પા પગલી કરી રહી હતી ત્યારથી લયસ્તરોએ એના શબ્દોને સ્થાન આપ્યું છે.
  ‘આમ જુઓ તો ઝળહળ ઝળહળ ‘ થી ‘આંખ પરથી વાત’ સુધી મળેલા પ્રોત્સાહન માટે વિવેક ટેલર અને લયસ્તરોનો અંતઃકરણથી આભાર.

 3. KETAN YAJNIK said,

  August 6, 2016 @ 4:33 am

  many happy returns of the day

 4. Hasu Gajjar said,

  August 6, 2016 @ 4:48 am

  Mana ganu samje chhe toya “ne- haa” mon rahi jaay chhe
  Janma thithio gani aave chhe pan jeevanano sarvaado kyon thaaya chhe!
  Kettalaaywa kahi gaya tane o maanavak Pan tane aa vaat kyon samjaaya chhe!!
  Shringar mon rachyo pachyo tun kavitaao tapakaavi jaaya chhe
  Jeevano udhavasta thataa rahiya chhe pan tane mana mon kyon khupaaya chhe!
  Be shabo preranaa lakhavanu Hasu aajnaa kaviyo ne kyon samjaay chhe!

  This is not to belittle Nahaben’s talent. In fact reading it inspired me to write it. Thank you bahen juga juga jeevo and sahunu kalyaan karo. Aajnaa samaya mon maanva ne prem, bhaava and hoonfa ni khub jaroora chhe.

 5. Rakesh Thakkar, Vapi said,

  August 6, 2016 @ 5:16 am

  nice
  રોજ આવે છે તું મારી શેરીએ ,
  બિનજરૂરી ધારણા બંધાય છે…
  પણ તને આ વાત ક્યાં સમજાય છે !

 6. Pankaj Vakharia said,

  August 6, 2016 @ 2:34 pm

  સફળ પ્રયોગ..સરસ..

 7. La Kant Thakkar said,

  August 7, 2016 @ 3:27 pm

  માણી શકાયું મબલખ, એ જ મિરાત ! અર્થ -મર્મ પોતાની ત્રેવડ અનુસાર… ઉત્તમ…

 8. Yogesh Shukla said,

  August 7, 2016 @ 7:02 pm

  ફૂલોની જેમ મહેકતું રહે તમારું જીવન :- જન્મદિન મુબારક ,
  બહુજ સુંદર પંક્તિ ,,,,
  રોજ આવે છે તું મારી શેરીએ ,
  બિનજરૂરી ધારણા બંધાય છે…
  પણ તને આ વાત ક્યાં સમજાય છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment