ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

સ્વીકારી લીધું છે – ભાવિન ગોપાણી

ન સ્વીકારવુંયે સ્વીકારી લીધું છે;
અમે જીવવુંયે સ્વીકારી લીધું છે.

તમે આવશો એમ જાણ્યું ને સાથે,
તમારું જવુંયે સ્વીકારી લીધું છે.

સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.

તમારા વગર શું અમે તો અમારા
વગર જાગવુંયે સ્વીકારી લીધું છે.

હું ચાહું છું કે કાર્ય થઈ જાય સંપન્ન,
છતાં ના થવુંયે સ્વીકારી લીધું છે.

જરા ઠેસ ખાધી અને પથ્થરોને,
પગે લાગવુંયે સ્વીકારી લીધું છે.

‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.

– ભાવિન ગોપાણી

કળાને હંમેશ કાળો રંગ જ વધુ માફક આવ્યો છે એવામાં આવી ઉજળી અને ‘પોઝિટિવ’ ગઝલ મળે તો સહર્ષ સ્વીકારી જ લેવી પડે કેમકે સ્વીકારી ન શકવાની સાર્વત્રિક અસહિષ્ણુતા જ સમાજનું સમતુલન ખોરવી દે છે.

4 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  July 14, 2016 @ 5:14 am

  વાહ ! બહોત ખૂબ ! બહોત ખૂબ ! આખી ગઝલ સ્વીકારી લીધી છે!
  હું ચાહું છું કે કાર્ય થઈ જાય સંપન્ન,
  છતાં ના થવુંયે સ્વીકારી લીધું છે.

 2. binitapurohit said,

  July 14, 2016 @ 6:40 am

  વાહ …

 3. Rashmi Desai said,

  July 14, 2016 @ 7:41 pm

  વાહ ….. ચાલ્શે , ફાવશે અને ભાવ્શે નુ મન્ત્ર કેવુ સરસ સ્વિકારિ લિધુ ……. ખુબજ સરસ રચના ….

 4. chandresh said,

  July 15, 2016 @ 5:46 am

  જરા ઠેસ ખાધી અને પથ્થરોને,
  પગે લાગવુંયે સ્વીકારી લીધું છે.

  સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment