મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.
ગની દહીંવાલા

હેમન્તનો શેડકઢો – ઉમાશંકર જોશી

હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
ને ચક્ષુની
અબોલ હૈયાચમકે કહી રહ્યાં :
.          છે ક્યાંય ગ્લાનિ
.          કે લાગણીની અસંતોષ-અતિતોષ-મ્લાનિ ?
ડોકું હલાવી રહી સંમતિમાં
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
.          પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
.          કેમ છો તમે ?

સરી ગયો બાગ થકી ત્વરા-ભર્યો,
પૂંઠે રહું અનુભવી, નવ હોય જાણે
ભોંકાતી શું સ્વર્ગજાસૂસ પુષ્પો
કેરી આંખો.

– ઉમાશંકર જોશી

હેમન્ત ઋતુના સવારના તડકાનું, બાગનું, પુષ્પોનું અને સૌંદર્યપાન કરતા કવિનું એક સુંદર ચિત્ર કવિ દોરી આપે છે પણ ચિત્ર જ દોરીને અટકી જાય એ ઉમાશંકર શાના? પૃથ્વીજાયાં શબ્દથી કવિ પ્રકૃતિના અન્ય તમામ સજીવો અને મનુષ્યો વચ્ચેની ભેદરેખા પીડાજનકરીતે, આપણી સંવેદનાઓને આરપાર ભોંકાય એ રીતે ઉપસાવી આપે છે. ફૂલો (અને પ્રકૃતિના અન્ય સજીવ ત્તવો) પણ પૃથ્વીના જ સંતાન છે, આપણી જેમ પણ એ લોકોમાં ક્યાંય અસંતોષ કે અતિસંતોષ કે દુઃખ-દર્દની છાયા જોવા મળતી નથી. એ લોકો કાયમના પ્રસન્ન. અને આપણે? ફોરમસ્વરૂપે પુષ્પો આ પ્રશ્ન જેવો રમતો મૂકે છે કે કવિએ બાગ ત્યજીને ભાગવું પડે છે પણ એ પલાયન પણ પાછળ જાણે પુષ્પોની આંખ જાસૂસની જેમ ભોંકાતી કેમ ન હોય એવું તકલીફદેહ છે. સ્વર્ગ વિશેષણ વાપરીને કવિ પુષ્પ ાને આપણી વચ્ચેના તફાવતને સાફ કરી આપે છે.

5 Comments »

 1. Sanju Vala said,

  July 2, 2016 @ 4:32 am

  Sundar kavya
  Sundar vat…. vivekji

 2. jadav nareshbhai said,

  July 2, 2016 @ 5:12 am

  :-ગઝલ :-
  ૧. (ગાલગાગા – ગાલગા) – રમલ છંદ
  તું જ મારો ……
  “ તું જ મારો સાથ છે ;
  આ જ જોને ખાસ છે:
  હોય જો તું દૂર તો ;
  ક્યાં ય કોઈ પાસ છે:
  મુજથી કા દૂર છે:
  તું જ મારો શ્વાસ છે ;
  દિલમાં તું હોય તો :
  મુજ ને જો આશ છે ;
  હોય જો તું પાસ તો ;
  દિલમાં જો ખાસ છે : “
  “ કવિ “ જાન” – જાદવ નરેશ
  મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

  ૨. દેખ તારા … (ગઝલ) – (મનહર છંદ)

  દેખ તારા બોલવામાં જોને કેવી મીઠાશ છે ;
  બસ આમ દિલમાં ય મને ખુબ હાશ છે :
  આમ તું બોલેને જાણે શબ્દોના ફુલ વરસે;
  દિલમાં મારા શબ્દોના ફુલોની સુવાસ છે :
  તું કહી દેને કે હું ય બસ એક તારી જ છું ;
  જો ને મારા દિલમાં કેટલી હળવાસ છે:
  ક્યારેક ક્યારેક ભલે તારાથી દૂર થવાય ;
  પણ મારા હૈયાનો તું એક સહવાસ છે :
  કોઈના ય પર ભરોસો નથી કરવો હવે;
  બસ એક તું મારા પ્રેમની સાચી આશ છે:

 3. KETAN YAJNIK said,

  July 2, 2016 @ 6:30 am

  કવિની નજરે જોતાં આખ્ખું કાવ્ય-વિશ્વ જુદું અનુભવાય છે અને દ્રષ્ટિએ જોટાપુસતિ પળોજણમાં પાડવાનું માં નથી ઠટુંફક્ત આનંદ એમાંય ઘાટ ઘડેલો હોય અનુભવી હાથે તો ચિદાનંદ ચિરઆનંદ
  આભાર લયસ્તરોનું

 4. jugalkishor said,

  July 4, 2016 @ 4:24 am

  ઈન્દ્રવજ્રા–ઉપેન્દ્ર્વજ્રા, ઈન્દ્રવંશા–વંશસ્થ (ઉપજાતી તથા જાગત ઉપજાતી) ઉપરાંત શાલીનીને પણ આટલા નાનકડા કાવ્યમાં, વળી છંદને પ્રવાહી બનાવીને, એટલી સીફતથી પ્રયોજ્યા છે કે “એ રેણ–સાંધો ન કળાય રે ક્યહીં !”!! (અરે, વસંતતીલકા પણ છે ને શું ?!)

  તમે કાવ્યની પંખુડીઓને કાળજીથી ને સંક્ષેપમાં છતાં બધી જ ખુબીઓ સાથે સમજાવીને ખોલી બતાવી છે ! કાવ્યપુષ્પ મઘમઘી રહ્યું છે.

 5. વિવેક said,

  July 6, 2016 @ 2:49 am

  પ્રિય જુગલકિશોરભાઈ:

  માહિતી બદલ ખૂબ ખૂબ આભાર… સંસ્કૃત વૃત્તો અંગેની મારી જાણકારી નહિવત્ છે.

  કુશળ હશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment