તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

તારે ખાતર – રાબિયા

‘ઓ મારા પ્રભુ,
જો હું તને નરકની બીકે ભજતી હોઉં
તો મને નરકમાં બાળી મૂકજે,
જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં
તો મને એમાંથી બાકાત રાખજે,
પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં
તો
તારૂ અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’

– રાબિયા [ આઠમી સદીની અરબસ્તાની સૂફી સંત ]

એક વાર મિર્ઝા ગાલિબએ શુક્રવારની નમાઝથી પાછા ફરતા બિરાદરોને જોઇને કટાક્ષ કરેલો – ‘ હો ચુકી અલ્લાહ સે સૌદેબાઝી !!! ‘

8 Comments »

 1. Rina said,

  June 19, 2016 @ 1:55 am

  Awesome…..

  ता’अत में ता रहे न मै-औ-अँगबीं की लग
  दोज़ख में डाल दो कोई लेकर बिहिश्त को

  ग़ालिब

 2. નિનાદ અધ્યારુ said,

  June 19, 2016 @ 2:29 am

  તારૂ અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.

  કેટલી જીન્દાદીલી !

 3. રોહીત કાપડિયા said,

  June 19, 2016 @ 6:15 am

  મારી પ્રાર્થનામાં જ્યારે માંગણીને બદલે માત્ર સમર્પણ જ હશે ત્યારે તો તું તારાં દર્શનથી અમારી આંખોને પવિત્ર કરીશ ને ? પ્રાર્થનાની એ ક્ષણનો ઇન્તેજાર એ જ મારી જિંદગીનો મકસદ બની રહે.

 4. KETAN YAJNIK said,

  June 19, 2016 @ 6:54 am

  સમર્પણ સમર્પિત કરે
  ખાલી થઇ જશો તો ભરાશે

 5. Ismail Pathan said,

  June 19, 2016 @ 7:19 am

  રાબિયા (ર.અ.) ની ભક્તિ-માત્ર અને માત્ર સમર્પિત થઇ જવું…ઇશ્કે હકીકી

 6. Dhaval Shah said,

  June 19, 2016 @ 4:14 pm

  સરસ !

 7. H V Shah said,

  June 20, 2016 @ 3:31 am

  Wonderful poem – please keep it up.

 8. vimala said,

  June 20, 2016 @ 3:11 pm

  પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં
  તો
  તારૂ અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment