તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા
સંજુ વાળા

ગઝલ – ભાવિન ગોપાણી

image

દુનિયાભરની અટકળ આવે,
જ્યારે કોરો કાગળ આવે.

ખેડો તદ્દન નવી સફર તો,
રસ્તો પાછળ પાછળ આવે.

પ્રેમ કર્યો પણ રડ્યા નથી જે,
થાય ઊભા ને આગળ આવે.

એક સ્મરણ મેં પાછું કાઢ્યું,
હું ઇચ્છું છું પુષ્કળ આવે.

થોડા ચ્હેરા એવા મોકલ,
સૌની આંખોમાં બળ આવે.

તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.

– ભાવિન ગોપાણી

‘ઉંબરો’ વટાવો અને ‘ઓરડો’માં પ્રવેશો. ભાવિન ગોપાણી એમના બીજા ગઝલસંગ્રહ વડે એમના ગઝલઘરમાં આપણને આમંત્રે છે. સંગ્રહમાંથી એક સંઘેડાઉતાર રચના આપ સહુ માટે.

બીજા સંગ્રહ માટે કવિને લયસ્તરો તરફથી શુભકામનાઓ….

16 Comments »

  1. Yogesh Shukla said,

    June 23, 2016 @ 12:39 AM

    ખુબજ સુંદર રચના ,તેમા પણ આ શેર અતિ ઉત્તમ ,
    ખેડો તદ્દન નવી સફર તો,
    રસ્તો પાછળ પાછળ આવે.

  2. નિનાદ અધ્યારુ said,

    June 23, 2016 @ 12:56 AM

    તું મારામાં કેમ ન આવે ?
    જો પથ્થર પર કૂંપળ આવે.

    ઉત્તમ !

  3. narendrasinh said,

    June 23, 2016 @ 3:50 AM

    ખુબ સુન્દર રચ્ના

  4. Neha said,

    June 23, 2016 @ 4:07 AM

    ખેડો તદ્દન નવી સફર તો,
    રસ્તો પાછળ પાછળ આવે.

    Ye baat !!

    Abhinandan ane sangrah ne aavkar

  5. KETAN YAJNIK said,

    June 23, 2016 @ 4:18 AM

    પરસાળ ને અને ઓરડાને જાણનારા જાણે અને માણનારા માણે

  6. CHENAM SHUKLA said,

    June 23, 2016 @ 5:29 AM

    વાહ્…..સુન્દર ગઝલ

  7. Rakesh Thakkar, Vapi said,

    June 23, 2016 @ 7:30 AM

    કવિને શુભકામનાઓ….
    સુંદર રચના
    ખેડો તદ્દન નવી સફર તો,
    રસ્તો પાછળ પાછળ આવે.

  8. Saryu parikh said,

    June 23, 2016 @ 9:22 AM

    Wah, Bahu saras.
    Saryu Parikh

  9. Sudhir Patel said,

    June 23, 2016 @ 9:35 PM

    પ્રેમ કર્યો પણ રડ્યા નથી જે,
    થાય ઊભા ને આગળ આવે!
    ખૂબ સરસ્ અભિનંદન!!

  10. chandresh said,

    June 24, 2016 @ 5:22 AM

    થોડા ચ્હેરા એવા મોકલ,
    સૌની આંખોમાં બળ આવે.

    સરસ

  11. jadav nareshbhai said,

    July 2, 2016 @ 4:42 AM

    રોજ તારી આંખોમાં તરબર થાઉં છું ;
    જોને તારી ભીની પાંપણોમાં કેવો સરભર થાઉ છું?
    ભલેને સુકાઈ હો તારા પ્રેમની એ સરિતા ;
    પણ તારા દિલના પાદરમાં ભીનું સરવર થાઉ છું ;
    ના ભલે દેખાતા તને તારી આંખે પણ :
    હું તો તારી આંખમાં પ્રેમનું લીલું તરૂવર થાઉ છું ;
    ક્યાંક મારા ય પ્રેમ વગર સુનુ રહે છે તારૂ દિલ :
    પણ સાચે જ તારા હૈયામાં પ્રેમનું નગર થાઉ છું ;
    તું છો ને મારા પ્રેમની સરિતા રહે પણ :
    હું તો રોજ તારા હૈયામાં પ્રેમનો સમન્દર થાઉ છું ;

    કવિ : “ જાન “ જાદવ નરેશ મો.૯૯૨૪૬૧૦૧૨૪

  12. jadav nareshbhai said,

    July 2, 2016 @ 4:44 AM

    :- ગીત કાવ્ય :– તા.૦૭/૧૨/૨૦૧૫
    “ હા અમે ગુજરાતી ….(ગીત કાવ્ય )
    ના કોઈ ધર્મ , ના કોઈ જાતિ હા અમે ગુજરાતી
    સહુ હળીમળી રહીએ, ગુજરાતીની રીતભાતી
    હા ગુજરાતીની રીતભાતી ….
    હા અમે ગુજરાતી ……..
    ગુજરાતી છીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી રહીએ
    ને વટથી અમે કહીએ , ગુજરાતી મનભાતી
    હા ગુજરાતી મનભાતી ….
    હા અમે ગુજરાતી ……..
    ના ક્દી કોઈને વઢીએ, અમે પ્રેમથી સહુ રહીએ
    સહુને એક્તાના પાઠ શીખવીએ, ગુજરાતી ઉરે લહેરાતી
    હા ગુજરાતી ઉરે લહેરાતી ….
    હા અમે ગુજરાતી ……..
    ગુજરાતીના રંગે રંગાયા, ના કદી અમે બદલાયા
    સદા રહીશું ગુજરાતી , ગુજરાતી દિલે હરખાતી
    હા ગુજરાતી દિલે હરખાતી ….
    હા અમે ગુજરાતી ……..
    અમે ગુજરાતી સાહસી , ના રહીએ અમે દુર્ભાષી
    અમારા રગ- રગમાં છે ગુજરાતી, ગુજરાતી મુખે મલકાતી
    હા ગુજરાતી મુખે મલકાતી ….
    હા અમે ગુજરાતી ……..

    :-કવિ:- “જાન”
    જાદવ નરેશ
    મલેકપુર (વડ)
    મો.નં.-૯૯૨૪૬૧૦૧૨૪

    :-ગીત કાવ્ય :-

    :-દરિયો :-

    દરિયોય લાગે છે
    મને ખારો –ખારો
    દરિયોય લાગે છે મને ખારો ખારો …૧
    ભલે ને જ્ન્મ લીધો એને ધરતી માથે
    પણ એની જ ખારશથી મુંઝાયો છે એના હાથે
    કેમ કહે હવે એ કે હું લાગું મીઠાશથી સારો –સારો
    દરિયોય લાગે છે મને ખારો ખારો …૨
    એના મોજાઓથી ભલે એ ઘુંઘવે
    વળી ઊછાળા, હિલોળાથી રોજ રોજ લોકને ધ્રુજવે
    આજ મને લાગે છે મિજાજી ભરેલો એનો નજારો – નજારો
    દરિયોય લાગે છે મને ખારો ખારો …૩
    છે તોફાનીને વળી બહુ આકરો માને ના કદી કોઈનું એ કદી
    કેમ રે આટલો ઝનૂનનો રાખે છે એ આફરો
    આખરે થાકી થાકીને મનમાં થાય છે બિચારો એ દુ:ખીયારો .. દુ:ખીયારો ..

    દરિયોય લાગે છે મને ખારો ખારો …૧

    :-કવિ:- “જાન”
    જાદવ નરેશ
    મલેકપુર (વડ)
    મો.નં.-૯૯૨૪૬૧૦૧૨૪

    :-ગીત કાવ્ય :-

    મને સંભાળાય છે …

    મને સંભાળાય છે
    મારી વાંસળીના નાદ
    મને સંભાળાય છે મારી વાંસળીના નાદ …૧
    ત્યારે આવે છે મને
    મારી રાધાની યાદ
    મને સંભાળાય છે મારી વાંસળીના નાદ …૨
    વાંસળી રે વિના હું કેમ રહી શકુ
    મારી રાધાના પ્રેમ જેવા કોઈના ના આવે વાદ
    મને સંભાળાય છે મારી વાંસળીના નાદ …૩
    જોને મારી વાંસળીના સૂરે ,
    ઝાડ, પંખી , સરિતા પણ ઘેલી રે થાતી
    અરે રાધા જેવી રાધા મારી વાંસળીના પીંજરે પુરાતી
    બસ મારી રાધા સિવાય કોઈની ના આવે યાદ
    મને સંભાળાય છે મારી વાંસળીના નાદ …૪

    :-કવિ:- “જાન”
    જાદવ નરેશ
    મલેકપુર (વડ)
    મો.નં.-૯૯૨૪૬૧૦૧૨૪

  13. jadav nareshbhai said,

    July 2, 2016 @ 4:45 AM

    તા.૨૯/૧૨/૨૦૧૫
    :-ગઝલ :-

    મલેક્પુર (વડ) અમારૂ ગામ છે

    આનર્તે મલેક્પુર (વડ) અમારૂ ગામ છે ;
    મીની સુરત હુલામણું ય ઉપનામ છે:
    કેવા દેવ-દેવીઓના, રૂડા મંદિરો શોભે છે ;
    ચો- તરફ દેખો ,તો મનોહર રૂડા ધામ છે ;
    છે તળાવના કિનારે વેરાઈ મા નું મંદિર ;
    કેવું રૂડુ મંદિર છે, રૂડુ મા નું નામ છે:
    ખુબજ આસ્થાનું ય પ્રતિક છે “દાદા ભૈરવ“
    પરચા જગ જાહેર “દાદાના” સરેઆમ છે ;
    છે ગામના છેવાડે , ગૌતમેશ્વરનું મંદિર :
    સૌ ની શ્રધ્ધા પુરી કરે, એવા રૂડા કામ છે;
    સંત કેશવથી ગુંજે છે , મલેક્પુર ધરા ;
    કાઠિયાવાડમાં પુજાય , કેશવ નામ છે :
    કવિ :” જાન ”
    જાદવ નરેશ .એમ.
    મલેક્પુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

    :-ગઝલ :-

    જીવી લઈએ ..

    આમ ક્યાં સુધી તું ને હું ઉદાસીમાં જીવીશું ;
    ચાલ દિલમાં દિલ પરોવી જીવી લઈએ:
    નાહકની ય ચિંતા કરે છે , તું આમ કાલની;
    ચાલ હાથમાં હાથ મિલાવી જીવી લઈએ:
    ખબર છે તને, મને આ જિંદગી કસોટી છે;
    ચાલ હૈયામાં ખુશી જગાવી જીવી લઈએ:
    પ્રેમ કરવાની તો , મજા કંઈ ઓર છે પ્રિયે;
    ચાલ દિલમાં પ્રેમ મ્હેંકાવી જીવી લઈએ :
    આ જીવતર કેરા દહાડા આમ વિતી જશે;
    ચાલ પ્રેમની ખુશ્બુ પ્રસરાવી જીવી લઈએ:

    કવિ :” જાન ”
    જાદવ નરેશ .એમ.
    મલેક્પુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

    :-કવિતા :- તા.૦૧/૦૧/૨૦૧૬

    બે હજાર -૧૫ વિદાય લઈ
    આવ્યું -૨૦૧૬નું નવલું ને નજરાણું વર્ષ
    બે હજાર ….. ૧
    આવો સહુ ,નવા વર્ષને આવકારીએ
    ને સહુને જીવનમાં ખુશીઓને છલકાવી દઈએ
    આજ લાવ્યું છે, સહુના ઉમંગનું નવલું ને નજરાણું વર્ષ
    બે હજાર ….. ૨
    આપો રે તિલાંજલી
    નકારાત્મક વિચાર કે ખરાબ કામને
    રોજ રાખો સકારાત્મક વિચાર કે સુકામને
    આજ આવ્યું છે , સહિયારા સંગનું નવલું ને નજરાણું વર્ષ
    બે હજાર ….. ૩
    લઈએ નવલા રે વર્ષે સહુ નવો નાનકડો રે સંકલ્પ
    કે અમે કોઈના પર ના રાગદ્વેશ કે ઈર્ષા રાખશું
    સહુ ભેગા હળીમળી પ્રેમથી સહિયારુ કામ કરશું
    આજ લાવ્યું છે ,હૈયે ઉલ્લાસના રંગનું નવલું ને નજરાણું વર્ષ
    બે હજાર ….. ૪

    કવિ :” જાન ”
    જાદવ નરેશ .એમ.
    મલેક્પુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

    :-ગઝલ :- તા.૨૩/૧૨/૨૦૧૫
    :- જિંદગી :- (ગઝલ)
    આ જિંદગીમાં ખૂબ ઉતાર ચઢાવ જોયા છે ;
    હું કંઈક છું એવા અહં ઘવાતા જોયા છે :

    છે આમ આ જિંદગી એક જુગારનો જ ખેલ;
    ભરી એ મહેફીલમાંય લુંટાતા જોયા છે :

    આ જિંદગી એક હાલ બે હાલ જેવી છે દોસ્તો ;
    શરાબના એ નશામાંય ખોવાતા જોયા છે:

    કંઈક જિંદગીઓ દર્દના આંસુથી જોઈ છે;
    ખુશીમાંય ગમના આંસુ સારતા જોયા છે :

    આ જિંદગી જ એક અજીબ દાસ્તાન છે “જાન”;
    કડવા મીઠા અનુભવ થતા જોયા છે :

    કવિ :- “જાન”

    જાદવ નરેશ
    મલેક્પુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

    :- પ્રેમના ગુલાબ :- ( ગઝલ)

    દેખો અમે દિલમાં પ્રેમના ગુલાબ વાવ્યા છે ;
    પણ કોઈ એની ખુશ્બુ લેવાને ક્યાં આવ્યા છે:

    ભલે કોઈ આવે કે ના આવે એનો રંજ નથી;
    પણ અમે એને પુરા દિલથી સજાવ્યા છે:

    છો ને નથી તમારે મન એની કિંમત પણ;
    જુઓને અમે તો પ્રેમથી એને મ્હેંકાવ્યા છે:

    જુઓ ગુલાબ ઉગે છે , ઉપવનમાં ઘણાં;
    પણ અમે પ્રેમના ગુલાબને સોહાવ્યા છે :

    પ્રેમના ગુલાબ ઉગાડવાય આસન નથી ;
    કાંટા વચ્ચે રહીને પણ એને સચાવ્યાં છે :

    કવિ :- “જાન”

    જાદવ નરેશ
    મલેક્પુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

  14. jadav nareshbhai said,

    July 2, 2016 @ 4:48 AM

    : અછાંદશ કાવ્ય : તા. ૦૨/૦૬/૨૦૧૬
    નીરખી
    લેવાદો અમને
    તમારા એ
    ટમટમતા, ઝગમગતા, ઝળહળતા
    ક્યાંક આછેરા તો
    ક્યાંક તેજભર્યા
    ઝગમગતા તમારા એ અજવાસને
    મન ભરીને , આંખોમાં ભરીને
    બસ જોઈ લેવા દો
    ને અમને તમારી ટમટમ કરતી આછેરી
    તો ક્યાંક તેજભરી રોશનીને
    આંખોમાં ભરી લેવાદો
    રખેને અમારી આંખો
    બંધ થઈ જાય એ પહેલા …
    કવિ : “ જાન” – “જાદવ નરેશ”
    મલેક્પુર (વડ)-૯૯૨૪૬૧૦૧૨૪

    દેખ હવે … તા.૦૩/૦૬/૨૦૧૬
    દેખ હવે હું ક્યાં ક્શું છુપાવું છુ ;
    બસ હું તો મારુ દર્દ ભુલાવું છુ:
    ભલે તું મારાથી દૂર હો છતાં;
    હૈયે તો તારા પ્રેમનો હર્ષ મનાવું છુ:
    આંખોથી આંખો ના પણ મળે ;
    પાંપણોથી તારો પ્રેમ છલકાવું છુ;
    ક્યાંક જરા તું મને વઢે પણ ;
    દર્દ એનું હું ક્યાં બીજાને સંભળાવું છું;
    તારા પ્રેમ વિના તો હું સાવ અધુરો છું
    હજુય દિલથી તને હું ક્યાં ભુલાવું છુ;
    કવિ : “ જાન” – “જાદવ નરેશ”
    મલેક્પુર (વડ)-૯૯૨૪૬૧૦૧૨૪

    તું કહે તો ……. તા. ૦૩/૦૬/૨૦૧૬
    તું કહે તો તારા માટે આભના તારા લાવી દઉં ;
    ને તું કહે તો તને સોનલે રૂપલે મઢાવી દઉં ;
    આમ નાની અમથી વાતમાં તું રિસાઈ ના જા ;
    તું કહે તો તારા માટે પાટણના પટોળા મંગાવી દઉં ;
    કર મારા પર ય વિશ્વાસ “ સનમ “
    તું કહે તો તને મારા કાળજે કોરાવી દઉં ;
    માત્ર એક્વાર તું દિલથી બોલ જો;
    તું કહે તો તારા માટે “જાન” લુંટાવી દઉં;
    કોઈનો શણગાર દેખી તું આમ દુ:ખી ના થા ;
    તું કહે તો તને ગળા કેરો હારલો પહેરાવી દઉં ;
    કોઈના ઝાંઝર દેખી તું આમ દિલ ના બાળ:
    તું કહે તો તને પગ કેરા ક્ડલા ઘડાવી દઉં;

    કવિ : “ જાન” – “જાદવ નરેશ”
    મલેક્પુર (વડ)-૯૯૨૪૬૧૦૧૨૪

  15. jadav nareshbhai said,

    July 2, 2016 @ 4:49 AM

    :-ગઝલ :-
    ૧. (ગાલગાગા – ગાલગા) – રમલ છંદ
    તું જ મારો ……
    “ તું જ મારો સાથ છે ;
    આ જ જોને ખાસ છે:
    હોય જો તું દૂર તો ;
    ક્યાં ય કોઈ પાસ છે:
    મુજથી કા દૂર છે:
    તું જ મારો શ્વાસ છે ;
    દિલમાં તું હોય તો :
    મુજ ને જો આશ છે ;
    હોય જો તું પાસ તો ;
    દિલમાં જો ખાસ છે : “
    “ કવિ “ જાન” – જાદવ નરેશ
    મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

    ૨. દેખ તારા … (ગઝલ) – (મનહર છંદ)

    દેખ તારા બોલવામાં જોને કેવી મીઠાશ છે ;
    બસ આમ દિલમાં ય મને ખુબ હાશ છે :
    આમ તું બોલેને જાણે શબ્દોના ફુલ વરસે;
    દિલમાં મારા શબ્દોના ફુલોની સુવાસ છે :
    તું કહી દેને કે હું ય બસ એક તારી જ છું ;
    જો ને મારા દિલમાં કેટલી હળવાસ છે:
    ક્યારેક ક્યારેક ભલે તારાથી દૂર થવાય ;
    પણ મારા હૈયાનો તું એક સહવાસ છે :
    કોઈના ય પર ભરોસો નથી કરવો હવે;
    બસ એક તું મારા પ્રેમની સાચી આશ છે:

  16. Chintan Acharya said,

    July 5, 2016 @ 8:25 AM

    પ્રેમ કર્યો પણ રડ્યા નથી જે,
    થાય ઊભા ને આગળ આવે.

    તદ્દન સાચું. અદ્દભુત વાત. વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment