એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

અર્થો જુદા હતા – શ્યામ સાધુ

દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !

હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !

પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

– શ્યામ સાધુ

કોમળ શબ્દો….સુંદર ગૂંથણી….મનનીય અર્થ….

5 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  June 14, 2016 @ 1:50 am

  કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
  ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !

  દાદુ શ્યામ સાધુ …!

 2. KETAN YAJNIK said,

  June 14, 2016 @ 4:50 am

  સહમત્

 3. Yogesh Shukla said,

  June 14, 2016 @ 3:50 pm

  સુંદર રચના ,..ફક્ત મારા માટે ભારીખમ શબ્દો સાથેની ,,,સમજવા માટે થોડો ગઝલ અનુભવ જરૂરી છે

 4. Vineshchandra chhotai said,

  June 15, 2016 @ 9:46 am

  bahuj saras vato ,bahuj saras rajuvat

 5. VISHAL JOGRANA said,

  August 6, 2016 @ 5:20 am

  દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
  સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

  અમે પણ ઊભા હતા! વાહ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment