આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ !
મુકુલ ચોક્સી

તાન્કા – ઉમેશ જોષી

અંધારું તો છે
અઢળક મારામાં
છતાં સૂતો છું
રાત્રિના પડખામાં
ઉજાગરો ઓઢીને.

– ઉમેશ જોષી

ઊંઘને બદલે ઉજાગરો ઓઢીને કવિ સૂતા છે. ઊંઘવા માટેની પૂર્વશરત તો છે અંધારું. આમ તો બહારનું જ અંધારું પૂરતું છે પણ અહીં તો ભીતર પણ પ્રકાશની કમી છે. કેમ ? કદાચ પ્રિયજનની ગેરહાજરી ? કેમ કે પડખામાં એ નથી, કાળી ડિબાંગ રાત્રિ છે….

હાઇકુ જેવા જ જાપાની કાવ્યપ્રકાર તાન્કાથી જે મિત્રો પરિચિત નથી એમની જાણકારી ખાતર: પાંચ પંક્તિઓનું કાવ્ય. અનુક્રમે દરેક પંક્તિમાં ૫-૭-૫-૭-૭ અક્ષર.

3 Comments »

  1. KETAN YAJNIK said,

    May 26, 2016 @ 4:20 AM

    रातभर दिदए नमनाकमे लहराते रहे
    साँस के तरह आते रहे जाते रहे

  2. Suresh Shah said,

    May 26, 2016 @ 4:46 AM

    અંધારા અજવાળાની આ રમત કેટલાયને રમાડી જાય છે. કોઈકને પ્રતિક્ષા, કોઈકને વિયોગ,ઔજાગરા કરાવે છે.
    કવિ ઉમેશભાઈએ પાંચ પંક્તિમાં આ બધું કહી દીધું.
    સુંદર કાવ્ય. મઝા આવી. આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. Yogesh Shukla said,

    May 26, 2016 @ 11:08 AM

    સીધી સરળ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment