ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
મરીઝ

થાય છે – રાજુ રબારી

પંખીઓના રોજ મેળા થાય છે,
એટલે તો સાંજવેળા થાય છે.

એટલે વરસી પડે છે વાદળાં,
આભમાં પાણીય ભેળાં થાય છે.

સંતુલન કેવું હશે ઈશ્વર તણું,
સાપની સાથે જ શેળા થાય છે !

પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.

– રાજુ રબારી

વાતો તો એની એ જ છે પણ જે વાત ધ્યાન ખેંચે છે એ છે કવિનો નોખો અંદાજ-એ-બયાઁ. છેલ્લા શેરમાં કવિએ જે રીતે “વેળા કવેળા” શબ્દપ્રયોગ કર્યો છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે…

11 Comments »

 1. સુનીલ શાહ said,

  June 3, 2016 @ 1:58 am

  Nice one

 2. Neha said,

  June 3, 2016 @ 2:14 am

  વાહ

  વેળા.કવેળા !!

  સાપ સાથે શેળાની વાત સ્પષ્ટ ન થઈ.

 3. વિવેક said,

  June 3, 2016 @ 3:02 am

  સાપ અને શેળાની લડાઈ જાણીતી વાત છે. એક જમાનામાં મદારીઓ પણ સાપ અને શેળાની લડાઈ કરાવતા હતા. શેળો સાપની પૂંછડી મોંમાં લેતો અને સાપ શેળા ઉપર માથું પટકતાં લોહીલુહાણ થઈ જતો હતો….

 4. Toral Desai said,

  June 3, 2016 @ 3:10 am

  Really good

 5. viral desai said,

  June 3, 2016 @ 3:39 am

  મને આમનો સંપર્ક મળેી શકશે.?

 6. CHENAM SHUKLA said,

  June 3, 2016 @ 3:53 am

  વાહ રાજુભાઇ…..

 7. aasifkhan said,

  June 3, 2016 @ 4:58 am

  વાહ સરસ રચના

 8. Rakesh Thakkar, Vapi said,

  June 3, 2016 @ 5:25 am

  ખરેખર કાબિલ-એ-દાદ
  પારખાં ત્યારે જ મિત્રોના થશે,
  કોઈની વેળા કવેળા થાય છે.
  કવિને અભિનંદન !

 9. Vikas Kaila said,

  June 3, 2016 @ 5:47 am

  વાહ કવિ…

 10. નિનાદ અધ્યારુ said,

  June 3, 2016 @ 6:02 am

  પંખીઓ માટેજ સાંજ વેળા થતી હોવાની વાત સ્પર્શી ગઈ.

 11. VISHAL JOGRANA said,

  August 6, 2016 @ 5:13 am

  પારખાં ત્યારે જ મિત્રોના થશે,
  કોઈની વેળા કવેળા થાય છે.

  વાહ ખૂબ જ ગમી આ ગઝલ

  કોઈની વેળા કવેળા થાય છે. ભાઇ ભાઇ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment