ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
ભાવિન ગોપાણી

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિઅરહવ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતીની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે !

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

– વીરુ પુરોહિત

અતિથિ દેવો ભવના આપણા સંસ્કાર વારસાને ગોપીઓ કેવી ચતુરાઈપૂર્વક પ્રયોજે છે તે જુઓ. કૃષ્ણનો સંદેશો લઈને મથુરા આવેલ ઉદ્ધવને અતિથિ ખાલી હાથે પાછો ન જઈ શકે એ સંસ્કાર આગળ કરીને ગોપીઓ પોતાને સહુને સાથે લઈ જવાની સોગઠી ફેંકે છે એ વાત રજૂ કરીને કવિ કેવું મજાનું ગીત આપણને આપે છે !

6 Comments »

 1. Suresh Shah said,

  June 9, 2016 @ 3:15 am

  ખૂબ ભાવભીનું ગીત. આભાર.
  – સુરેશ શાહ, સિંગાપોર

 2. Neha said,

  June 9, 2016 @ 4:42 am

  Aankh axari aanche dazi javaa ni vaat par kavitva eni charam sima e pahochyu…
  waah kavi !
  khub ziNu kantyu !!
  aabhar layastaro.

 3. KETAN YAJNIK said,

  June 9, 2016 @ 5:03 am

  વિરહમાં મિલનની શોધ – “માધવ ક્યાય નથી મધુવનમાં” પ્ર્સ્તાવ્નાનું શીર્ષક ન રહેતા હકીકત બની રહે છે રૂદન બની રહે છે જેની પાસે છે,સાથે છે તેને જેની પાસે નાથે તે ન હોવાનો અહેસ્સાસ કરાવે છે

 4. Bharat Trivedi said,

  June 9, 2016 @ 7:53 am

  સુંદર ગીત. મજા આવી ગઈ !

 5. chandresh said,

  June 10, 2016 @ 5:07 am

  પૂનમને અજવાળે વાંચે;
  તો ય કદાચિત દાઝી જાશે આંખ

  સરસ રચના

 6. Nilesh Bandhiya said,

  June 23, 2016 @ 12:55 am

  ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે…

  એકાદ મિનિટ તો આ લીટીથી આગળ જ જવાયું નહી…

  અદભુત રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment