નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?
– યામિની વ્યાસ

એ જે અફવા હતી – રશીદ મીર

એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.

દૂર ઊડતો ગુબાર જોઉં છું,
કાફલો છે કે ના દિશા છે હવે.

તું હતી તો ખુદા હતો મારો,
ના ઈબાદત, ના આસ્થા છે હવે.

એક મારા જ પ્રાણ રૂંધાયા,
નહિ તો ચારે તરફ હવા છે હવે.

રંગ ગેરુઓ હોય કે લીલો,
જે પતાકા હતી, ધજા છે હવે.

સાતસો છ્યાસીથી શરૂ થઈને,
આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.

‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
મારે આઠે પ્રહર મજા છે હવે.

– રશીદ મીર

બધા જ શેર સંતર્પક પણ ‘તું હતી તો ખુદા હતો મારો’વાળો શેર વાંચતા સાથે જ ચિત્તતંત્રને જાણે લકવો મારી ગયો. બે સાવ નાની નાની પંક્તિમાં પ્રેમની કેવી સરસ વ્યાખ્યા ! અને એકસાથે ઈબાદત અને આસ્થા- બંનેને સાંકળી લઈને કવિ પ્રેમની ધર્મનિરપેક્ષતા પણ ચાક્ષુષ કરી આપે છે.

9 Comments »

  1. RAKESH said,

    May 13, 2016 @ 3:04 AM

    Superb!

  2. Neha said,

    May 13, 2016 @ 3:42 AM

    Ek mara j praan… e sher pn majano chhe.
    sundar gazal aapva badal aabhar..

  3. KETAN YAJNIK said,

    May 13, 2016 @ 4:07 AM

    હવે ,હોય હવે।

  4. નિનાદ અધ્યારુ said,

    May 13, 2016 @ 4:38 AM

    તું હતી તો ખુદા હતો મારો …..

    વાહ …!

  5. ભરત ત્રિવેદી said,

    May 13, 2016 @ 6:59 AM

    એ જે અફવા હતી કથા છે હવે,
    આવ, જોવા સમી દશા છે હવે.

    વાહ

  6. venunad said,

    May 13, 2016 @ 7:51 AM

    બધા જ શૅર કાબિલે-દાદ છે. ઉર્દૂથી ગુજરાતી સુધીની ગઝલની સફર એક શૅરમાં કહી દીધી.
    સાતસો છ્યાસીથી શરૂ થઈને,
    આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.

  7. Yogesh Shukla said,

    May 13, 2016 @ 5:16 PM

    જબરજસ્ત શેર , સલામ કવિ શ્રી તમને ,,,,,

    તું હતી તો ખુદા હતો મારો,
    ના ઈબાદત, ના આસ્થા છે હવે.

  8. La' Kant Thakkar said,

    May 14, 2016 @ 11:56 AM

    ” ‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
    મારે આઠે પ્રહર મજા છે હવે. ”
    ઉમદા . અપના ભી યેહી હાલ ! આઠે પો’r આનંદ ! જલસા …માંજો જ માંજો …જી

  9. Pravin Shah said,

    May 15, 2016 @ 10:48 PM

    superb, meer saheb… congratulation…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment