ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ

જીવી ગયું – મેગી અસનાની

ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.

હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું…

– મેગી અસનાની

7 Comments »

  1. nehal said,

    April 26, 2016 @ 2:02 AM

    હૂંફ ન આપી શક્યું મન દંભને,
    શુષ્કતાના આળ પર જીવી ગયું.
    વાહ! બહુ જ સરસ!

  2. વિવેક said,

    April 26, 2016 @ 2:44 AM

    સાદ્યંત સુંદર રચના

  3. નિનાદ અધ્યારુ said,

    April 26, 2016 @ 3:34 AM

    તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,

    માછલીની જાળ પર જીવી ગયું.

    જબરું !!

  4. dharmesh said,

    April 26, 2016 @ 6:38 AM

    વાહ.. ખુબ જ સરલ અને ચોટદાર.. અતિ સુન્દર.. પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
    એક પંખી ડાળ પર જીવી ગયું – આવુ જ થઇ ગયુ ચ્હે આપના બધા નુ…

  5. Ismail Pathan said,

    April 26, 2016 @ 8:45 AM

    પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
    એક પંખી ડાળ પર જીવી ગયું.

    વાહ…! ખૂબ સુંદર…!

  6. Harshad said,

    April 26, 2016 @ 10:35 PM

    AWESOME !!

  7. લલિત ત્રિવેદી said,

    May 5, 2016 @ 2:28 PM

    ક્યાં બાત ..એક પંખી ડાળ પર જીવી ગયું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment