પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
મુકુલ ચોક્સી

તું – જવાહર બક્ષી

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે !

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો’તો તને યાદ છે ? – કહે

– જવાહર બક્ષી

અંતિમ શેરને બાદ કરતાં આખી ગઝલનો અંદાઝ-એ-બયાં જુઓ !!!!!!

11 Comments »

 1. KETAN YAJNIK said,

  April 18, 2016 @ 6:50 am

  “જવાહર” “બક્ષી “

 2. Dhaval said,

  April 18, 2016 @ 9:40 am

  પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
  ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

  – હજારો ‘હાજરી’ના પરપોટા ભેગા થઇને માત્ર ‘અધૂરપ’ના ફીણ બનાવે… ઊંચી વાત !!

 3. વિવેક said,

  April 18, 2016 @ 9:51 am

  @ તીર્થેશ:

  અંતિમ શેર મારી દૃષ્ટિએ હરીન્દ્ર દવેના આ શેરને ધ્યાનમાં રાખીને લખાયો હોય:

  વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
  હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
  (હરીન્દ્ર દવે)

 4. pravinchandra shah said,

  April 18, 2016 @ 4:11 pm

  બહુ જ સરસ.

 5. Tirthesh said,

  April 18, 2016 @ 6:43 pm

  Ya….may be. I found it to be misfit in entire ghazal. As if it has been picked up from somewhere else and put in this place.

 6. વિવેક said,

  April 19, 2016 @ 1:30 am

  @ તીર્થેશ:

  સંપૂર્ણપણે સહમત. હરીન્દ્ર દવેના શેરને ધ્યાનમાં રાખીને આ શેર લખવાની કોઈ તાર્કિક જરૂર નથી, સિવાય કે આ શેરની પાછળ કવિનો પોતાનો કોઈ અંગત ઇતિહાસ હોય.

 7. jAYANT SHAH said,

  April 19, 2016 @ 8:02 am

  તુ ચૂપકી દીની જેમ અચાનક થીજી નાાઆ ….
  બહુ જ સુન્દર !

 8. Harshad said,

  April 19, 2016 @ 6:46 pm

  Like it. Vahhni dad to jarur mangi le evi Gazal.

 9. સુનીલ શાહ said,

  April 20, 2016 @ 11:06 pm

  વાહ…સાચે જ સુંદર

 10. Nehal said,

  April 24, 2016 @ 9:11 am

  હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
  હું શું કહી રહ્યો’તો તને યાદ છે ? – કહે

  વાહ! સ્વસંવાદ જેવી લાગતી કવિતામાં ક્ષણના સત્યની કરચ વાગ્યા પછી યે કવિ ડૂબતો તરણું ઝાલે એમ પૂછી બેસે છે કયાંક એમની વાત એના સુધી પહોંચી હોય!

 11. તીર્થેશ said,

  April 25, 2016 @ 1:21 am

  નેહલ, એ રીતે પણ અર્થ બેસતો નથી. પ્રથમ પંક્તિમાં વર્તમાનકાળ છે અને બીજીમાં ભૂતકાળ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment