અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

ગઝલ – નિનાદ અધ્યારુ

યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.

દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.

બોલો .. બોલો .. કંઈ તો બોલો
એવી શું નારાજી થઇ ગઈ ?

હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !

ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !

ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !

એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !

દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.

આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !

‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.

– નિનાદ અધ્યારુ

વાંચતાની સાથે જ આ ગઝલ એકદમ પ્યારી થઈ ગઈ. એક તો ટૂંકી બહેરમાં રવાની એવી મસ્ત, મજબૂત અને પ્રવાહી છે કે ગઝલ વાંચવી તો શક્ય જ નથી બનતી, ગણગણવી જ પડે ફરજિયાત. ગુજરાતી ગઝલમાં પહેલાં કદી જોવામાં ન આવ્યા હોય એવા અંબાજી, જીજાજી, શિવાજી, ધોરાજી જેવા અનૂઠા કાફિયામાં કવિએ એવી સહજ કળાકારીગરી કરી છે કે મજા મજા આવી જાય. શેરે-શેરે મૌલિકતા છલકાઈ રહી છે.

ત્રણેક શેર વિશે મેં કવિને એમનો અભિપ્રાય આપવા અનુરોધ કર્યો છે પણ મૂળભૂતપણે તો કવિતામાં અર્થ કરતાં અનુભૂતિ સવિશેષ મહત્ત્વની છે અને જ્યારે અનુભૂતિ અર્થને અતિક્રમી જાય ત્યારે ઉત્તમ કવિકર્મ થયું લેખાય.

20 Comments »

  1. CHENAM SHUKLA said,

    April 16, 2016 @ 1:52 AM

    કવિએ અહી શબ્દો પ્રયોજ્યા છે એમ નહિ કહેવાય પ્રયોગ્યા છે એમ કહેવાશે…..અને એમાં સફળ પણ થયા છે

  2. bhavesh rabadiya said,

    April 16, 2016 @ 3:43 AM

    Khub sundar gazal

  3. Neerja said,

    April 16, 2016 @ 4:10 AM

    Too good.. too fresh..

  4. Rina said,

    April 16, 2016 @ 5:23 AM

    Waahhhh

  5. Falguni Marwadi said,

    April 16, 2016 @ 6:33 AM

    Wah sali jijaji thai gai ! Very nice creation ! Congrats !

  6. Rajnikant Vyas said,

    April 16, 2016 @ 7:41 AM

    ગઝલ વાંચીને તબિયત તરબતર થઇ ગઇ!

  7. Pulin said,

    April 16, 2016 @ 12:26 PM

    Simply Superb….

  8. Pulin said,

    April 16, 2016 @ 12:27 PM

    Simply Superb…

  9. Devika Dhruva said,

    April 16, 2016 @ 1:11 PM

    રમતિયાળ ઝરણા જેવી મસ્તીભરી ગઝલ.
    મઝા આવી.

  10. Harshad said,

    April 16, 2016 @ 10:10 PM

    કોણ જાણે કેમ આતો વાતો બધી મારી થઇ ગઇ !!!! Beautiful Gazal.

  11. Amit pisavadiya said,

    April 17, 2016 @ 11:38 AM

    Wah sir ji…

  12. Kinjalgiri Goswami said,

    April 19, 2016 @ 12:31 AM

    એકદમ વહેતા પાણી જેવી ગઝલ.

  13. નિનાદ અધ્યારુ said,

    April 19, 2016 @ 2:22 AM

    દિલથી આભાર વિવેકભાઈ, લયસ્તરો અને વાંચક મિત્રો …!!

  14. વિવેક said,

    April 19, 2016 @ 2:47 AM

    🙂

  15. Rakesh Thakkar, Vapi said,

    April 19, 2016 @ 4:22 AM

    Nice
    ‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
    ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.

  16. lata hirani said,

    April 26, 2016 @ 12:57 PM

    ખરેખર મસ્ત ગઝલ થઈ છે…. મજા પડી ગઈ…

  17. Vijay tank said,

    May 1, 2016 @ 1:41 AM

    गझल वाची तमारी ने सवार अमारी ताजी थइ गइ ..

  18. Narottam B sagar said,

    May 21, 2016 @ 12:57 PM

    Atti sundar gazal

  19. Mera Tufan said,

    June 18, 2016 @ 7:32 PM

    very nice

  20. algotar ratnesh said,

    September 27, 2016 @ 9:04 AM

    wahhhhh kavi wahhh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment