ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
વિવેક મનહર ટેલર

તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

કવિવર રા.શુ.નું એક અદભુત ગીત… જેમ જેમ ગણગણીએ તેમ તેમ વધુ ઉકલે…

(સૌજન્ય: ટહુકો.કોમ)

1 Comment »

  1. Yogesh Shukla said,

    June 2, 2016 @ 4:15 pm

    કવિવર રા.શુ.નું એક અદભુત ગીત… જેમ જેમ ગણગણીએ તેમ તેમ વધુ ઉકલે…

    સમજી શકાય છે , વારંવાર વાંચવાથી પણ અર્થ ઉકેલતો નથી ,
    એટલું તો હું સમજુ છું એટલેજ કોમેન્ટ્સ આહી ” મારો ” નથી ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment