ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ

માનવીના હૈયાને – ઉમાશંકર જોશી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને…..

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

– ઉમાશંકર જોશી

classic ……..

4 Comments »

  1. KETAN YAJNIK said,

    April 11, 2016 @ 4:37 AM

    આ કવિતા થોડી છે ? અનુભવનો નીચોડ। ઠેઠ 1966થી હેયે રાખી છે

  2. Girish Parikh said,

    April 12, 2016 @ 1:31 AM

    નંદવાયું હૈયું
    એને કોણ કહો જોડશે ?

  3. Girishparikh's Blog said,

    April 12, 2016 @ 1:43 AM

    […] https://layastaro.com/?p=13633 […]

  4. ravindra Sankalia said,

    April 12, 2016 @ 1:19 PM

    ઉમાશન્કરની આ તો બહુજ જાણીતી કવિતા. લયસ્તરોમા મુકવા બદલ આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment