છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

વિલીન ગત થાવ – હરિશ્ચન્દ્ર ભટ્ટ

વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.

અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.

રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.

પ્રભો-નિયતિ ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.

– હરિશ્ચન્દ્ર ભટ્ટ

ગઈ ગુજરી ભૂલીને ઉજળા ભાવિ તરફ ડગ માંડવાની વાત કવિ પરંપરિત ઢબમાં રજૂ કરે છે. ઈશ્વર અને નિયતિનો સાથ માંગે છે પણ પોતાનું ભવિષ્ય અને પોતાનું ભાગ્ય તો આખરે પોતાના હાથમાં જ રાખવા માંગે છે.

5 Comments »

  1. Vikas Kaila said,

    April 1, 2016 @ 8:14 AM

    વાહ્…..
    હરિશ્ચન્દ્ર ભટ્ટના કાવ્યસંગ્રહ “કેસૂડો અને સોનેરું તથા कोजाग्रि?” માંથી પસાર થતા અનહદ આનંદ સાથે આ કવિતા વાચેલી….. જે પાછળથી ઉમાશંકર સાહેબે “સ્વપ્નપ્રયાણ (શ્રેી હરિશ્ચન્દ્ર ભટ્ટની સમગ્રકવિતા) સમાવી લીધેલ્…. આજે ફરી વાંચવા મળી…..

    આભાર….

  2. Harshad said,

    April 3, 2016 @ 8:27 PM

    GOOD.

  3. ravindra Sankalia said,

    April 5, 2016 @ 9:48 AM

    ભવિનુ સ્પશ્ટ રેખાન્કન માટે પ્રભુને વિનન્તિ કરતુ કાવ્ય. સરસ

  4. Hina patel said,

    April 17, 2016 @ 2:13 PM

    कोशिश भी कर… उम्मीद भी रख… रास्ता भी चुन…
    फिर उसके बाद… दोस्त थोड़ा मुक्कदर तलाश कर…

  5. Chrinstine said,

    May 1, 2016 @ 6:33 AM

    I’ll immediately seize your rss feed as I can’t in finding your email subscription hyperlink or newsletter service.
    Do you’ve any? Kindly let me recognise so that I may subscribe.
    Thanks.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment