તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

ગઝલ – પારૂલ ખખ્ખર

ઉન્માદથી, અવસાદથી વાકેફ છું,
હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું.

ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું.

સાચુ કહું ? આ હાથ છૂટ્યો છે છતાં,
બન્ને તરફના સાદથી વાકેફ છું.

એવું નથી કે તું જ સોરાયા કરે,
હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.

બહેરી નથી કંઈ એમ તો આ ચામડી,
છું, સ્પર્શના સંવાદથી વાકેફ છું.

ખાંગા થઈને અક્ષરો તૂટી પડે,
એવા ઘણા વરસાદથી વાકેફ છું.

– પારુલ ખખ્ખર

કોઈ એક શેર પર આંગળી મૂકવી દોહ્યલું થઈ પડે એવી ગઝલ. હાથમાંથી હાથ છૂટે, સંબંધ તૂટે એવા દોરાહા પર આવી ઊભીએ ત્યારે એકતરફ તૂટેલા કે તોડવા પડેલા સંબંધમાંની પોઝિટિવિટિ અને બીજી બાજુ ગળામાંના ઘંટીના પડમાંથી આઝાદીની હવા આહ્વાન આપી રહી હોય એ કશ્મકશને તાદૃશ કરતો શેર “સાચું કહું?”ના લહેકાસભર ઉઠાવથી તરત જ દિલને સ્પર્શી જાય છે.

10 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    April 28, 2016 @ 1:00 AM

    ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે,

    એવી અધૂરી દાદથી વાકેફ છું.

    નવી વાત !

  2. CHENAM SHUKLA said,

    April 28, 2016 @ 3:49 AM

    ખાંગા થઈને અક્ષરો તૂટી પડે,
    એવા ઘણા વરસાદથી વાકેફ છું…વાહ વાહ

  3. rekha said,

    April 28, 2016 @ 4:05 AM

    સુન્દર ……વાહ પારુલ્

  4. rasikbhai said,

    April 28, 2016 @ 8:16 AM

    હુ વાહ પન કહિશ અને દાદ પન આપિશ્.સુન્દેર નાવિન્યપુર્ન ગઝલ્.

  5. અશોક જાની 'આનંદ' said,

    April 28, 2016 @ 8:25 AM

    ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે,
    એવી અધૂરી દાદથી વાકેફ છું…. વાહ ખૂબ સુંદર

  6. Saryu Parikh said,

    April 28, 2016 @ 9:51 AM

    વાહ્! નખશિખ બહુ સરસ. સરયૂ પરીખ્

  7. Girish Parikh said,

    April 28, 2016 @ 11:44 PM

    આ ગઝલમાં કંઈક એવું છે જે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી ! છતાં શબ્દોમાં જ વર્ણવવાનો http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર થોડા દિવસોમાં પ્રયત્ન કરીશ.

  8. Parul Khakhar said,

    April 29, 2016 @ 2:18 AM

    Khub khub aabhar Vivek bhai

    Aabhar mitro 🙂

  9. Girish Parikh said,

    April 29, 2016 @ 9:38 AM

    મારો ભાવ-પ્રતિભાવ http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર આજે પોસ્ટ કરીશ. વાંચવા વિનંતી.

  10. La Kant Thakkar said,

    May 13, 2016 @ 9:35 AM

    આ હાથ છૂટ્યો છે છતાં,
    બન્ને તરફના સાદથી વાકેફ છું.”+
    ( “….બંને તરફના સાદ …” “સાચું કહું?”) ખૂબ જ સરસ !

    “..સ્પર્શના સંવાદથી વાકેફ છું.”… ‘સંવાદ છે ને ?…કન્ટીન્યુઇટી છે .{પ્રેમ” તો છે જ તેની પ્રતીતિ..
    (સ્પર્શની તાકાત
    સ્પર્શની તાકાત કેટલી છે ? અમાપ હોઈ શકે!
    એક સ્પર્શમાં વીજ-શક્તિપાતના બીજ હોઈ શકે!
    માત્ર એક સ્પર્શના સ્પંદન હજારો,લાખો, હોઈ શકે,
    સ્પર્શને લીધે અંગેઅંગમાં આગની જ્વાલા હોઈ શકે.,
    આત્મ-ચેતનાના તરંગ-સ્પર્શમાં ચમત્કાર હોઈ શકે ,
    એક તૃણના મૂળમાં જંગલોની શક્યતા હોઈ શકે !
    સ્પર્શથી ,ત્વચા-પર ભૂકંપોની શક્યતા હોઈ શકે,
    બોમ્બ-વિસ્ફોટનું બીજ એક મનોભાવમાં હોઈ શકે !
    સમષ્ટિના એ સર્જકનું મન ક્યાં? ગમે ત્યાં હોઈ શકે !
    કોઈની આંખના ચમકારની આંચમાં વીજ હોઈ શકે !)

    **જીવનનું બીજું નામ જ ‘પ્યાર’ છે .એટલે ,
    નહીં તો ‘જે કંઈ છે’,મિથ્યા-બેકાર છે ,એટલે.

    નિરર્થક ભાવ છે,તેમાંય “અર્થ” છે ,એટલે!
    અર્થ તો, જે ખરો કરે, તેનો જ હોય,એટલે!”* (‘કંઈક’)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment