હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

મુઠ્ઠી ગુલાલ – પારૂલ ખખ્ખર

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

– પારૂલ ખખ્ખર

એક મજાની રંગબિરંગી ગઝલ સાથે સહુ વાચકમિત્રોને ધૂળેટીની ગુલાબી ગુલાલી શુભકામનાઓ…

7 Comments »

 1. KETAN YAJNIK said,

  March 24, 2016 @ 5:50 am

  એક અનુસ્વારનો ફર્ક
  ” આપજે એક એક રગ માં ઉત્તર
  અને
  “આચ્જે એક એક રાગમાં ઉતરી “

 2. jAYANT SHAH said,

  March 24, 2016 @ 5:56 am

  અતિ સુન્દર .શુભકામનાની ગુલાબી ગુલાલી તરબતર કરી ગઇ.

 3. poonam said,

  March 25, 2016 @ 5:23 am

  આપજે એક રંગમાં ઉત્તર,
  સપ્તરંગી સવાલ આપું છું.
  – પારૂલ ખખ્ખર – My Fvrt…

 4. પંકજ પરમાર said,

  March 25, 2016 @ 6:27 am

  પ્રશ્નો તું કાળામેશ ના કર,
  જવાબ હું ગુલાબી જ આપીશ.

 5. Harshad said,

  March 31, 2016 @ 8:19 pm

  Bahut Khub !! Beautiful.

 6. La'Kant Thakkar said,

  July 6, 2016 @ 8:39 pm

  હાથ ફેલાવ સામટું લઇ લે,
  ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

  Nice,Colourful…& all giving desirable ‘LOVE’
  Thanks to all concerned.

 7. Parul Khakhar said,

  August 12, 2017 @ 12:49 pm

  આભાર મિત્રો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment