ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ

સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

યાદનાં પગલાં સતત,
છેતરે મન હર વખત.

છે નવું આરંભમાં,
અંતમાં એ પૂર્વવત્.

જાઉં ક્યાં ફરિયાદ લઈ ?
છે મને મારી અછત.

શ્વાસ પુષ્કળ કિંમતી,
પણ હવા આપી મફત.

એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.

કોણ આ વચ્ચે ઊભું ?
હું જ સત ને હું અસત.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ટૂંકી બહેરમાં સરસ કામ.

10 Comments »

 1. KETAN YAJNIK said,

  June 18, 2016 @ 4:10 am

  યીથી અટકવું અને ક્યાંથી આગળ વધવું સમજ ન પડી
  કવિતા, કવિ અને સંકલનકારને

 2. નિનાદ અધ્યારુ said,

  June 18, 2016 @ 5:20 am

  એક મિસરો તું બને,
  એક મિસરો આ જગત.

  ઉત્તમ !

 3. CHENAM SHUKLA said,

  June 18, 2016 @ 6:57 am

  વાહ…..સાચી વાત છે ટૂંકી બહરમાં કામ પાર પાડવું અઘરું છે

 4. Bharat Vinzuda said,

  June 18, 2016 @ 8:38 am

  વાહ….

 5. Yogesh Shukla said,

  June 18, 2016 @ 9:55 am

  અતિ સુંદર આ શેર,…..
  શ્વાસ પુષ્કળ કિંમતી,
  પણ હવા આપી મફત.

 6. vimala said,

  June 18, 2016 @ 11:00 am

  શ્વાસ પુષ્કળ કિંમતી,
  પણ હવા આપી મફત.

 7. Harshad said,

  June 18, 2016 @ 12:23 pm

  Beautiful.

 8. Mera Tufan said,

  June 18, 2016 @ 7:43 pm

  બહુ સરસ્

 9. શબ્દની કિંમત કેટલી ? | Girishparikh's Blog said,

  June 19, 2016 @ 12:48 am

  […] સતત – હર્ષ બ્રહ્મભટ્ટ […]

 10. લલિત ત્રિવેદી said,

  June 19, 2016 @ 2:09 pm

  વાહ્…..સરસ્….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment