શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
વિવેક મનહર ટેલર

ઘણાયે ભાર છે – હર્ષ બ્રહ્મભટ્ટ

જિંદગીમાં એટલે અંધાર છે,
ક્યાં હજી અજવાસની હકદાર છે ?

ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
મારી પર એવા ઘણાયે ભાર છે.

મૃત્યુ લગ વ્હેરે છતાં અડકે નહીં,
શ્વાસ પર એવી સમયની ધાર છે.

ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
કે પૂજારી કેટલો ખૂંખાર છે.

હું હવે એકાંત બમણું ભોગવું,
કોઈ અંદર છે ન કોઈ બ્હાર છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલનો શેર ક્યારેક શ્લોકની કક્ષાએ જઈ ઊભે છે. મત્લાનો શેર જુઓ. કેવી ઊંચી વાત અને કેવા સરળ શબ્દોમાં ! જ્યાં સુધી જિંદગી પોતે અજવાળાની હકદાર નથી બનતી ત્યાં સુધી અંધારું કેમ કરી દૂર થાય ?

સરવાળે બધા જ શેર માર્મિક.

13 Comments »

 1. Ninad Adhyaru said,

  April 23, 2016 @ 2:51 am

  ફક્ત મૂર્તિને જ એની જાણ છે …

  કૈક અલગ ..!

 2. ketan yajnik said,

  April 23, 2016 @ 3:41 am

  સરસ્

 3. kiran said,

  April 23, 2016 @ 8:51 am

  ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
  કે પૂજારી કેટલો ખૂંખાર છે.

  બહુજ સરસ

 4. Snehi parmar said,

  April 23, 2016 @ 10:50 am

  બહુ નાજુક ત્રાજવે તોલી તોલી મોતી ગોઠવ્યા છે. અદ્ભુત નકશીકામ આ ગઝલનું.

 5. vimala said,

  April 23, 2016 @ 1:38 pm

  “ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
  કે પૂજારી કેટલો ખૂંખાર છે.”

 6. Pravin K Shah said,

  April 23, 2016 @ 3:35 pm

  બહુ સરસ્

 7. Meena said,

  April 24, 2016 @ 2:04 am

  ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
  મારી પર એવા ઘણાયે ભાર છે.. Aah!

 8. Nehal said,

  April 24, 2016 @ 8:44 am

  વાહ!અદભૂત!

 9. NAREN said,

  April 25, 2016 @ 3:42 am

  જિંદગીમાં એટલે અંધાર છે,
  ક્યાં હજી અજવાસની હકદાર છે લાજવાબ

 10. nirlep said,

  April 26, 2016 @ 3:02 am

  last two sher…too good !

 11. Gaurang Thaker said,

  April 27, 2016 @ 10:45 am

  Waah waah sundar gazal…

 12. CHENAM SHUKLA said,

  April 28, 2016 @ 7:44 am

  વાહ વાહ્…..મસ્ત

 13. લલિત ત્રિવેદી said,

  May 5, 2016 @ 2:30 pm

  વાહ..સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment