સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

મુખડાની માયા – મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા!

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું.

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે.

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો ભય ટાળ્યો.

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે.

– મીરાંબાઈ

Vintage wine !!

1 Comment »

  1. Fulvati Shah said,

    February 18, 2016 @ 1:10 pm

    આવી જ રીતે ભક્ત કવિઓ નાં કાવ્યો આપતા રહેશો તો ઘણો આનંદ થશે. અહી જુના પુસ્તકો મળવા અઘરા છે.મીરાબાઈ નાં બીજા કાવ્યો પણ ચાલુ રાખશો તો વાંચીને આનંદ થશે.
    આભાર
    ફૂલવતી શાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment