મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
– રઈશ મનીઆર

તારા સ્મરણ – રમેશ પારેખ

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાંધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાર્થના ,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

-રમેશ પારેખ

3 Comments »

  1. વિવેક said,

    February 8, 2016 @ 7:43 AM

    ર.પા.ની ખૂબ જાણીતી ગઝલ.
    ફરી ફરી માણવી ગમે એવી.

  2. vimala said,

    February 9, 2016 @ 12:31 PM

    “છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાર્થના ,
    મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં”

  3. Shah Pravinchandra Kasturchand said,

    February 9, 2016 @ 2:59 PM

    સ્મરણ દેવત્વના સ્થાનપર ધરીને પરમ સંતોષ પામવાનો અથક પ્રયાસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment