પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ,
શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની.
રમેશ પારેખ

ઝુરાપા સિવાય – રઈશ મનીઆર

કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો,
કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય.

સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ…
અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય.

બહુ ઉમંગ હતો જગમાં કૈંક કરવાનો,
જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય.

કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

– રઈશ મનીઆર

7 Comments »

  1. Kiran Chavan said,

    January 24, 2016 @ 9:23 AM

    વાહ્…સુંદર રચના.

  2. Saryu Parikh said,

    January 24, 2016 @ 5:26 PM

    વાહ! સરસ ગઝલ.
    સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ…
    અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

    સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
    બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય…..વિશેષ ગમી.

  3. La Kant Thakkar said,

    January 25, 2016 @ 7:24 AM

    ” પ્રતીક્ષા” એ જીવનનું બીજું નામ ! અને કવચિત એ “ઝુરાપો” પણ હોઈ શકે !
    પદ-ઈલ્કાબ-“સ્ટેટસ” જવાબદારી સાથે જ આવતા હોય છે અને તેનું જતન
    કરવું એ ‘બાય ડીફોલ્ટ ‘ કર્તવ્ય-ફરજ બની જાય, સહજ !
    કવિએ , ‘સફળતામાં સુખ જોનારાને ‘અભાગી ‘ કહી નવાજ્યા છે .હકીકતમાં ,
    આ જગત-સમગ્ર સૃષ્ટિ જ સ્વયં “દ્વંદ્વમયતાને આધીન ! અને પરિવર્તન=
    ઉતાર-ચઢાવ તો સંસારનો નિયમ . બાહ્ય વસ્તુઓ,પદાર્થો,વ્યક્તિઓ-સ્થળોની
    ક્ષણભંગુરતા ,-એને વશ-વર્તીને જ ચાલે !
    “સમય=કાળ” સંબંધોના પોત,કોઈ ને કોઈ કારણોસર,પાતળા કરી નાખાતો
    હોય છે. બધાને પોતપોતાની સ્વભાવગત આદતો ,સંજોગ-ગ્રસ્તતા ,અમુક
    મજબૂરીઓ,સ્વાર્થગત વર્તન-વલણ નડતા-કનડતા હોય ,એ ય સ્વાભાવિક જ !
    પોતાની પ્રકૃતિદત્ત ક્રિયા-પ્રક્રિયા-પ્રવૃત્તિ {અહીં ,કવિતાકરવી’ } થી અળગા વિમુખ
    થઇ યા અતિક્રમીને કંઇક અન્ય કશુંક કરવું કેટલું અધરુ/સહેલું એ તો કરી જોનાર
    જ કહી શકે ,ખરુંને?
    છેલ્લે , કવિ સર્જનહારને પણ ,લગભગ કંટાળીને ,ત્રસ્ત મનો-દશામાં ,કોઈ
    પૂર્વ-શરતવિના પોતે આવી મળે એમ કહી દે છે,કારણ કે, એ ઈશ-દત્ત
    પળોજણો-જંજાળો,સમસ્યાઓસામે જજૂમી થાકેલો છે ,અતિ ત્રસ્ત-વ્યસ્ત છે .
    આ સામાન્યત: અનુભવાતી વાતો …. એટલે ,,,,,યાથાર્થતાનું તત્ત્વ સુપેરે
    ઉજાગર થાય છે .
    અભિનંદન અને આભાર સહુ સંકળાયેલા લોકોનો .
    લક્ષ્મીકાંત ઠક્કર ,’કંઇક’ / ૨૫-૧-‘૧૬.

  4. PravInchandra K. Shah said,

    January 25, 2016 @ 3:54 PM

    સારું થયું કંઈ પણ ના મળ્યું એક કવિતા સિવાય.
    નહિતર રહી જાત આપણે આવી કવિતા સિવાય.

  5. Harshad said,

    January 30, 2016 @ 1:36 PM

    Straight from the heart. Beautiful creation.

  6. Jigar said,

    May 22, 2016 @ 1:26 PM

    classic !!
    વાહ રઇશભાઇ , એક એક શેર ઉપર કેટલી તાળીઓ પાડવી !!
    standing ovation.

  7. HARISH VYAS said,

    June 27, 2016 @ 6:54 AM

    Ssras

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment