તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.
અશ્વિન ચંદારાણા

પાંચમી દીવાલ – રીના માણેક

બારણા પરના
દરેક ટકોરે
ધડકવા લાગે છે હૃદય
ભરડો લે છે
.                 કોઈ અજાણ્યો ભય
વધુ
.          ઘેરી થાય છે
.                    એકલતા…

થાય છે –
જાણે ક્યાંક
.           ચણાતી જાય છે
.                    ઈંટ પર ઈંટ…

ન કોઈ દરવાજો
ન ટકોરા
ને તોય
.            પ્રતીક્ષા –

કોઈ આવે
અને
તોડી નાખે
.            આ પાંચમી દીવાલ.

– રીના માણેક

કવિતાનો ઉઘાડ બારણા અને ટકોરાઓથી થાય છે. પણ દરેક ટકોરે ભય અને એકલતા ઘેરી વળે છે. પરિણામે એક એવી દીવાલ ચણાતી જાય છે જ્યાં કોઈ બારણાં નથી ને કોઈ ટકોરા પણ નથી, માત્ર પ્રતીક્ષા છે કે કોઈ ક્યાંકથી આવે અને આ એકલતા તોડી નાંખે. પણ જીવનમાં શું આ બનતું હોય છે ખરું?

 

4 Comments »

  1. Rina said,

    January 28, 2016 @ 12:35 AM

    આભાર …. 🙂

  2. Neha said,

    January 28, 2016 @ 3:12 AM

    વાહ કવયિત્રી !

    સુંદર કાવ્ય.

  3. Harshad said,

    January 28, 2016 @ 8:04 PM

    It is possible and it is happned. The science of waiting is mysterious. Like this
    creation.

  4. kaushik said,

    January 29, 2016 @ 11:17 PM

    પ્રતીક્ષા થાય છે પામવાને કાજ;
    દીવાલો ચણાય છે ટૂટવાને કાજ;
    નથી નિશાન દીલ ટૂટ્વાના ક્યાય
    છતાય લખાય છે કવિતાઓ આજ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment