હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

……હું ભૂંસાઉં છું – ચિનુ મોદી

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

– ચિનુ મોદી

6 Comments »

  1. naren said,

    January 5, 2016 @ 3:35 AM

    ખુબ સુન્દર રચ્ના

  2. Brijesh Dave said,

    January 5, 2016 @ 6:36 AM

    તાન્કા
    ———-
    આ દિલ પર
    થયો જખમ જુઓ
    ટપકી રહી
    છે લોહીને બદલે
    કુમળી લોગણીઓ
    ————
    બ્રિજેશ દવે(વિભવ)

  3. Pravinchandra Kasturchand Shah said,

    January 5, 2016 @ 3:16 PM

    ગુંચાઉં કે ગૂંચવાઉં થઈ જાય બેઉં સરખા?
    મોટી કલમથી ઊતરે તો થઈ જાય સરખા.
    મૂક આવું બધું વિચારવું ‘ને મનથી હરખા.
    કે’ વાંચવા મળી આવી સુ-સુંદર ગઝલતા.

  4. Dhaval Shah said,

    January 6, 2016 @ 1:13 PM

    કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
    છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

    – સરસ !

  5. mahesh dalal said,

    January 28, 2016 @ 9:49 AM

    ખુબ સરસ રચના કદે ના ભુસએ નિતરતિ લાગણી ઑ.

  6. Harshad said,

    January 30, 2016 @ 1:54 PM

    Very Nice.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment