લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
ઘાયલ

ગઝલ – અનિલ ચાવડા

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.

રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.

એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં !
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં ?

માત્ર સુખને શું કરું બચકાં ભરું ? પપ્પી કરું ?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.

– અનિલ ચાવડા

હળવાફૂલકા બાંધાવાળી પણ ગંજાવર ગઝલ સાથે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રો ને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક…

6 Comments »

 1. Girish Parikh said,

  January 1, 2016 @ 12:51 am

  ગજબની આ ગઝલ છે અનિલજીની!
  શ્રી ગણેશ કરીશ આવતી કાલે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર ” ‘લયસ્તરો’નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવં” નામની નવી કેટેગોરીના. એમાં આ ગઝલના શેર વિશે લખવા પ્રયત્ન કરીશ.
  –ગિરીશ પરીખ

 2. CHENAM SHUKLA said,

  January 1, 2016 @ 1:08 am

  વાહ શુ વાત …નવ વરસ્ શરુઆત ધમાકેદાર થઇ ….

 3. Ketan Yajnik said,

  January 1, 2016 @ 7:10 am

  સભર સાભાર

 4. Monal Shah said,

  January 1, 2016 @ 10:50 am

  નવા વર્ષના અભિનન્દન!

 5. nehal said,

  January 3, 2016 @ 11:49 am

  પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
  દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.
  વાહ !
  લયસ્તરોની ટીમને નવ વર્ષની શુભકામનાઓ!

 6. Harshad said,

  January 30, 2016 @ 1:59 pm

  Nice, like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment