સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ

આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઊંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

– મનોજ ખંડેરિયા

પ્રત્યેક શેરમાં અલગ કથની છે….. ઉદાહરણ તરીકે મત્લાને લઈએ – ‘શૂન્યતા’ શબ્દ ખૂબ વિચારપૂર્વક પ્રયોજાયો છે. ઈશ્વર એટલે સંપૂર્ણતા અને તેથી શૂન્યતા ! સંપૂર્ણતા અને શૂન્યતા ભિન્ન નથી. આ એક અર્થ છે. શૂન્યતાનો બીજો અર્થ થઇ શકે ઈશ્વરને અંધતાપૂર્વક સ્થૂળ રીતે પૂજતી માનવજાતની પ્રજ્ઞા. ઈશ્વર જાણે આવા વિશાળ શૂન્યપ્રજ્ઞોના ટોળામાં સાવ એકલો પડી ગયો છે !

6 Comments »

  1. Rajul said,

    December 29, 2015 @ 11:18 AM

    આહા..

  2. Pravinchandra K. Shah said,

    December 29, 2015 @ 3:17 PM

    કેવી સુંદર કવિતા !

    અક્ષરોના કુંડાળામાં જીવન વ્યતીત થઈ ગયાં.
    ગોઠવાઈ ગ્યાં એ જ્યાં,ભજન કવન થઇ ગયાં.

  3. હેમંત પુણેકર said,

    December 30, 2015 @ 5:43 AM

    સુંદર ગઝલ. મનોજભાઈની શૈલીથી જરા અલગ પ્રકારની…

    નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
    સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

    આ શેરમાં બીજી પંક્તિમાં “સ્વપ્નોનાં શબ…” હોવું જોઈએ એવું લાગ્યું.

  4. Saryu Parikh said,

    December 30, 2015 @ 10:55 AM

    વાહ! બહુ સરસ.
    સરયૂ પરીખ્

  5. મનોજની “મનોમય” ગઝલનો શેર | Girishparikh's Blog said,

    December 30, 2015 @ 3:51 PM

    […] ખંડેરિયાની “આસપાસ” ગઝલની લીંકઃ https://layastaro.com/?p=13363   (All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and […]

  6. nehal said,

    January 3, 2016 @ 11:55 AM

    વાહ! વેધક!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment