ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ
– રઈશ મનીઆર

તું તો માળી છે – ગૌરાંગ ઠાકર

જળનો જળમાં અભિનય થોડો છે,
પણ બરફને પરિચય થોડો છે ?

એ જો આવે તો પછી જાય નહીં,
દોસ્ત, ખાલીપો સમય થોડો છે ?

કેમ હાંફે છે ? તું તો માળી છે,
પાનખર છે આ, પ્રલય થોડો છે ?

તમને કઈ રીતે પ્રણય સમજાવું ?
શાસ્ત્રનો કોઈ વિષય થોડો છે ?

હું કરું ને કહું તેં જ કર્યું,
આ વિનય… ઓછો વિનય થોડો છે ?

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ. ખાલીપાવાળો શેર જોરદાર પણ વિનયવાળો શેર? વાહ, કવિ વાહ !!!

6 Comments »

  1. Girish Parikh said,

    December 24, 2015 @ 1:03 AM

    માનશો? આ શેર ઈન્વેસ્ટીંગ ટ્રેડીગના ક્ષેત્રને પણ લાગુ પડે છેઃ
    કેમ હાંફે છે ? તું તો માળી છે,
    પાનખર છે આ, પ્રલય થોડો છે ?
    આ વિશે http://www.GirishParikh.wordpress.com બ્લોગની “ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ” કેટેગોરીમાં લખવા પ્રયત્ન કરીશ.
    ઉમેરું છું કે “શેર” શ્બ્દ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ ક્ષેત્રનો પણ છે!

  2. KETAN YAJNIK said,

    December 24, 2015 @ 5:02 AM

    ખાલીપામાં ખાલીપાથી ખાલી પાથી હાંફી જવાનું
    સાથીથી ખાલીપો એવું તે હોતું હશે?અનુભવ આટલો ઓછો થોડો છે?

  3. ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગનો માળી ! | Girishparikh's Blog said,

    December 24, 2015 @ 2:17 PM

    […] “તું તો માળી છે” ગઝલની લીંકઃ https://layastaro.com/?p=13346   All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and […]

  4. CHENAM SHUKLA said,

    December 25, 2015 @ 2:45 AM

    વાહ દરેક શેર સુંવાળા બન્યા છે …..વિનય વાળો શેર તો મસ્ત ………ગૌરાંગભાઈ ખુદ પણ એટલાજ વિનયી છે

  5. Harshad said,

    December 26, 2015 @ 8:52 PM

    વાહ બહૂત ખૂબ !! સુન્દર ગઝલ .

  6. nehal said,

    January 3, 2016 @ 12:11 PM

    એ જો આવે તો પછી જાય નહીં,
    દોસ્ત, ખાલીપો સમય થોડો છે ?

    તમને કઈ રીતે પ્રણય સમજાવું ?
    શાસ્ત્રનો કોઈ વિષય થોડો છે ?

    સરળ શબ્દોમાં અદ્ભૂત ગઝલ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment