તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

કદીએ – અશોકપુરી ગોસ્વામી

સમંદર ના થયો મીઠ્ઠો કદીએ,
વલણ બદલ્યું નહીં તો પણ નદીએ.

અમે વરસાદ ઝીલ્યો એકચિત્તે,
ન સંઘર્યું કૈં જ કાણી બાલદીએ.

રહ્યો સીધો સરળ જણ છેક સુધી
અહીંયા થાપ ખાધી મુત્સદ્દીએ.

બને ઇતિહાસ એવી ખૂબ જરૂરી
ક્ષણોને સાચવી લીધી સદીએ.

બધું વ્યય થઈને; શું બાકી રહ્યું આ !
સતત મૂંઝવ્યો મને વધતી વદીએ.

– અશોકપુરી ગોસ્વામી

કેવી મજાની ગઝલ ! બધા જ શેર શાનદાર…

4 Comments »

  1. narendrasinh said,

    November 27, 2015 @ 3:21 AM

    ખુબ સુન્દર , હર શેર લાજ્વાબ

  2. Maheshchandra Naik said,

    November 28, 2015 @ 2:38 AM

    વાહ,વાહ….સરસ ગઝલ…….

  3. Harshad said,

    November 28, 2015 @ 9:36 PM

    મનનીય રચના.

  4. કદીએ,-– અશોકપુરી ગોસ્વામી | વિજયનું ચિંતન જગત- said,

    December 3, 2015 @ 6:51 AM

    […] https://layastaro.com/?p=13241 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment