ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

કરી લીધી – અમૃત ઘાયલ

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

-અમૃત ઘાયલ

7 Comments »

  1. વિવેક said,

    November 24, 2015 @ 12:47 AM

    આટલી જાણીતી અને આટલી પાણીદાર ગઝલ લયસ્તરો પર હતી જ નહીં?

    સવાર સવારમાં મજાનું સુખદ આશ્ચર્ય !!
    આભાર, તીર્થેશ….

  2. Kiran Chavan said,

    November 24, 2015 @ 4:06 AM

    Wah…superbbb.
    Nice sharing….thnx.

  3. KETAN YAJNIK said,

    November 24, 2015 @ 6:48 AM

    ઘાયાલસાહેબને સલામ

  4. Maheshchandra Naik said,

    November 24, 2015 @ 3:33 PM

    શ્રી ઘાયલ સાહેબને લાખ લાખ સલામ……….

  5. pravInchandra shah said,

    November 24, 2015 @ 4:27 PM

    ઘાયલસાહેબને તમે શું સાંભળ્યા છે?
    મૃત્યુ પછી પણ હજી એ સંભળાય છે.

  6. yogesh shukla said,

    November 25, 2015 @ 10:02 PM

    સરસ રચના ,,,,

  7. Harshad said,

    November 26, 2015 @ 11:41 AM

    ખૂબ જ સુન્દર રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment