પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.
વિવેક ટેલર

ગઝલ – રઈશ મનીઆર

સહેજ અંતર જરૂર રહેવા દો
સુખને થોડુંક દૂર રહેવા દો

માણો અંગત અમાસનો વૈભવ
સાવ ઉછીનું નૂર રહેવા દો

જિંદગીનો જ ખોલી દો ઘૂંઘટ
શેખ! જન્નતની હૂર રહેવા દો

એમ અગ્નિપરીક્ષા પાર કરો
આગ પાસે કપૂર રહેવા દો

ગીત ગમતીલું ઝૂંટવે જો સમય
શબ્દ આપી દો, સૂર રહેવા દો

જો ને! ચોમેર કેવી ઝળહળ છે!
આયનો ચૂરચૂર રહેવા દો

આંખ, હૈયું, દિમાગ, હાથ ‘રઈશ’!
કૈંક તો બેકસૂર રહેવા દો

રઈશ મનીઆર

આખી જ ગઝલ મનનીય પણ મક્તાનો શેર તો લાજવાબ !

7 Comments »

 1. Vikas Kaila said,

  October 29, 2015 @ 1:48 am

  જો ને! ચોમેર કેવી ઝળહળ છે!
  આયનો ચૂરચૂર રહેવા દો

  વાહ્

 2. Poonam said,

  October 29, 2015 @ 2:34 am

  આંખ, હૈયું, દિમાગ, હાથ ‘રઈશ’!
  કૈંક તો બેકસૂર રહેવા દો
  – રઈશ મનીઆર – મસ્ત..

 3. KETAN YAJNIK said,

  October 29, 2015 @ 4:03 am

  કૈક બાકી રહેશે તો નજર નહી લાગે

 4. yogesh shukla said,

  October 29, 2015 @ 9:33 am

  એમ અગ્નિપરીક્ષા પાર કરો
  આગ પાસે કપૂર રહેવા દો
  વાહ કવિ શ્રી વાહ , સુંદર રચના ,

 5. HARSHAD said,

  October 29, 2015 @ 2:46 pm

  સુન્દર ગઝલ . મનનીય રચના.

 6. Maheshchandra Naik said,

  October 29, 2015 @ 10:58 pm

  સરસ ગઝલ,અને મક્તાનો શેર લાજવાબ,,,,શ્રી રઈશભાઈને અભિનદન અને આપનો આભાર……

 7. RAKESH said,

  October 30, 2015 @ 1:01 am

  વાહ્!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment